બિઝનેસ / પરાગ અગ્રવાલ બનશે Twitterના સીઈઓ, જેક ડોર્સીએ આપ્યું રાજીનામું.

  • 30-Nov-2021 08:40 AM

સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં અગ્રણી કંપની Twitterને લઇને મહત્વના સમાચાર આવ્યા છે. Twitterના CEO જેક ડોર્સીએ પદેથી રાજીનામું આપ્યું છે. તેમણે જાતે જ ટ્વીટ કરી આ વિશેની માહિતી આપી છે. હવે ટ્વિટરના સીઇઓ પદની જવાબદારી સીટીઓ પરાગ અગ્રવાલને સોંપવામાં આવશે. જેક ડોર્સીએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, જાણતો નથી કે કોઇને ખબર છે કે નહીં, પકંતુ મેં ટ્વિટરમાંથી રાજીનામુ આપી દીધુ છે.


પોતાના ટ્વીટ સાથે જેક ડોર્સીએ એક લેટર પણ શેર કર્યો છે. જેમાં લખ્યું છે કે, તેમણે કંપનીના સહ-સંસ્થાપકથી લઇને સીઇઓ, ચીફ, કાર્યકારી સીઇઓ જેવી ભૂમિકાઓ નિભાવી છે. કંપનીને મહત્વના 16 વર્ષ આપ્યા પછી તેમણે રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે. તેમણે એમ પણ જણાવ્યું કે, એમના પછી કંપનીના સીટીઓ પરાગ અગ્રવાલ ટ્વિટરના નવા સીઇઓ બનશે.

પરાગ અગ્રવાલ IITમુંબઇથી ગ્રેજ્યુએટ છે અને 2011માં ટ્વિટર સાથે જોડાયા હતા. પરાગ અગ્રવાલે ઓક્ટોબર 2017થી ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે કામ કર્યુ છે. પરાગ અગ્રવાલે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સમાં પીએચડી કરી છે.

જોકે ટ્વિટરના સીઇઓ પદેથી જેક ડોર્સીનું રાજીનામું આપવાનો નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે કંપનીએ પ્રતિદ્વંદ્વીઓનો સામનો કરવા માટે ઘણા ફેરફાર કર્યા છે. ટ્વિટરે ફેસબુક અને ટિકટોક જેવા પ્લેટફોર્મ સાથે બજારમાં ટકી રહેવા માટે અને 2023 સુધી પોતાની વાર્ષિક આવક બમણી કરવાના કંપનીના લક્ષ્ય માટે પણ નવા ફેરફાર કર્યા છે.

Share This :

Related Articles

Leave a Comment