બિઝનેસ / 'Omicron' નામની ક્રિપ્ટોકરન્સીએ ત્રણ જ દિવસમાં આપ્યું 900% રિટર્ન.

  • 30-Nov-2021 08:53 AM

ક્રિપ્ટોકરન્સીની દુનિયામાં કંઇ પણ સંભવ છે. હાલમાં જ અઠવાડિયા પહેલા દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો વેરિયન્ટ જોવા મળ્યો છે. જેનું નામ 'Omicron' રાખવામાં આવ્યું છે. વિશ્વ સ્વાસ્થ સંગઠને કોરોનાના નવા વેરિયન્ટને લઇને ગંભીર ચેતવણી આપી છે. જે પછી 'Omicron' નામની ક્રિપ્ટોકરન્સીના દિવસો બદલાઇ ગયા છે.

'Omicron' ક્રિપ્ટોકરન્સીમાં વિતેલા દિવસોમાં 900%ની તેજી આવી છે અને આ ક્રિપ્ટોકરન્સીએ એના રોકાણકારોના રોકાણને 10ગણી વધારી દીધી છે. CoinMarketCapના આંકડા મુજબ, 27 નવેમ્બરે 'Omicron' ક્રિપ્ટોકરન્સી આશરે 65 ડોલર (4,883 રુપિયા)ની કિંમતે ટ્રેડ કરી રહી છે. આજ દિવસે WHOએ કોરોનાના નવા વેરિયન્ટને લઇને પત્રકાર પરિષદ યોજી હતી, જે પછી આ ક્રિપ્ટોકરન્સીની કિંમતમાં સતત તેજી આવી છે.

29 નવેમ્બરે 'Omicron' ક્રિપ્ટોકરન્સીની કિંમત 689 ડોલર (આશરે 51,765 રુપિયા)ના પોતાના ઓલટાઇમ હાઇ પર પહોંચી ચૂકી છે. આ રીતે માત્ર ત્રણ જ દિવસમાં આ ક્રિપ્ટોકરન્સીએ રોકાણકારાને આશરે 945% રિટર્ન આપ્યું છે.

નોંધનીય છે કે, કોરોના વાયરસના નવા વેરિયન્ટ અને આ ક્રિપ્ટોકરન્સીનું નામ સરખુ હોવાથી એની કિંમતમાં તેજી આવી છે. કોરોના વાયરસના નવા વેરિયન્ટનો પહેલો કેસ 23 નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાંથી સામે આવ્યો હતો. WHOએ આ વેરિયન્ટને ઘાતક ગણાવી કહ્યું છે કે, અન્ય વેરિયન્ટની સરખામણીએ આ વેરિયન્ટ વધુ ઝડપથી ફેલાય છે. આ વેરિયન્ટ દુનિયા માટે મોટો ખતરો છે.

એક રિપોર્ટ મુજબ, 'Omicron' એક એથેરિયમ બેઝડ ક્રિપ્ટોકરન્સી છે અને હાલમાં માત્ર SushiSwap દ્વારા જ લેવડ-દેવડ કરી શકાય છે.

Share This :

Related Articles

Leave a Comment