વર્લ્ડ / Omicronની પહેલી તસવીર, ડેલ્ટા કરતા ઘણો ભયાનક દેખાઈ રહ્યો છે નવો વાયરસ.

  • 30-Nov-2021 08:57 AM

ઇટાલીના સંશોધકોએ કોવિડ-19ના નવા પ્રકાર 'ઓમિક્રોન'ની પ્રથમ તસવીર જાહેર કરી છે. આ તસવીર પુષ્ટિ કરે છે કે નવો સ્ટ્રેન મૂળ કોરોના વાયરસનું અત્યંત પરિવર્તન પામેલું સ્વરુપ છે. 'ઓમિક્રોન' 'ડેલ્ટા' વેરિઅન્ટ કરતાં નોંધપાત્ર રીતે વધુ પરિવર્તન દર્શાવે છે. જો કે વિશ્વભરમાં સનસનાટી મચાવનાર આ વેરિયન્ટ કેટલી ચેપી અને જીવલેણ બીમારી આપે છે, તે હજુ સુધી જાણી શકાયું નથી.

'ઓમિક્રોન' ડેલ્ટાથી ખૂબ જ અલગ છે

બેબી જીસસ પેડિયાટ્રિક હોસ્પિટલ (Bambino Gesù Children's Hospital) એ આ ફોટો જાહેર કર્યો છે. જેમાં ડાબી બાજુએ ડેલ્ટા વેરિઅન્ટનું સ્પાઇક પ્રોટીન અને જમણી બાજુએ ઓમીક્રોનનું પ્રોટીન દર્શાવવામાં આવ્યું છે. સંશોધકોના મતે ઓમિક્રોનના મોટાભાગના મ્યુટેશન એ જ વિભાગમાં છે જે માનવ કોષોના સંપર્કમાં આવે છે. તસ્વીરમાં દેખાતા લાલ વર્તુળો દર્શાવે છે કે ત્યાં ઘણો બદલાવ આવ્યો છે. જ્યારે ગ્રે એરિયા એ છે જ્યાં વાયરસ જેના તે સ્વરૂપમાં છે. સંશોધકોએ કહ્યું કે 'વધુ અભ્યાસ જ કહી શકે છે કે નવો વાયરસ તટસ્થ છે, ઓછો ખતરનાક છે કે વધુ ખતરનાક છે.'


ઓમિક્રોન: આખી દુનિયા તેને સમજવામાં લાગી

26 નવેમ્બરના રોજ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ કોવિડ વેરિઅન્ટને B.1.1.529 ને ઓમિક્રોન નામ આપ્યું અને તેને વેરિયન્ટ ઓફ કન્સર્ન તરીકે જાહેર કર્યો. વિશ્વભરના વૈજ્ઞાનિકો આ નવા પ્રકારને સમજવા માટે ઝઝૂમી રહ્યા છે. ઇટાલિયન સંશોધકોની જેમ ડબ્લ્યુએચઓએ પણ કહ્યું કે તે હજી સ્પષ્ટ નથી કે ઓમિક્રોન અન્ય પ્રકારો કરતાં વધુ ચેપી છે કે કેમ. આ વેરિઅન્ટની ખાસિયતો બાકીના વેરિઅન્ટથી અલગ છે, આ અંગે પણ હજુ કોઈ સ્પષ્ટતા નથી.

ઓમિક્રોનથી ડરી દુનિયા, ફરી કડક નિયંત્રણો લાદવાનું શરૂ

નવા વેરિઅન્ટ 'ઓમિક્રોન'ને નિયંત્રિત કરવા માટે વિશ્વભરમાં ટ્રાવેલ પ્રતિબંધો કડક કરવામાં આવી રહ્યા છે. આ પ્રકારનો એક કેસ મળ્યા બાદ ઇઝરાયેલે તેના નાગરિકોને 50 આફ્રિકન દેશોમાં મુસાફરી કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ રવિવારે વધુ કડક દેખરેખ હેઠળ દક્ષિણ આફ્રિકાથી આવતા પ્રવાસીઓનું પરીક્ષણ કરતા જોવા મળ્યા હતા. અહીં રવિવારે દક્ષિણ આફ્રિકાના દેશોમાંથી આવતા 14 વિદેશી પ્રવાસીઓમાંથી 2માં 'ઓમિક્રોન' વેરિઅન્ટના કેસની પુષ્ટિ થઈ હતી.

ન્યૂઝીલેન્ડે જોખમને કારણે દક્ષિણ આફ્રિકાના 9 દેશોના પ્રવાસીઓના આગમન પર પ્રતિબંધની જાહેરાત કરી છે. જાપાને પણ નિયંત્રણો કડક કરવાની જાહેરાત કરી છે. થાઈલેન્ડે આફ્રિકાના 8 દેશોના પ્રવાસીઓના આવવા પર પ્રતિબંધ મૂક્યો છે. સિંગાપોરમાં પણ સમાન પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. તેમજ દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા પ્રકારો મળ્યા બાદ પાકિસ્તાને પણ સાત દેશોની મુસાફરી પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. કુવૈતે 9 આફ્રિકન દેશો સાથેની સીધી ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય પણ લીધો છે.

Share This :

Related Articles

Leave a Comment