ગુજરાત / વિધર્મી યુવકે નામ બદલી સગીરાને પ્રેમજાળમાં ફસાવી, ભાંડો ફૂટતા ઘરમાં ઘૂસી આચર્યુ કુકર્મ.

  • 30-Nov-2021 09:08 AM

 સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રેમ સંબંબ બંધાવો અને પછી ગુનાને અંજામ આપવાની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. કોઈ અજાણી વ્યક્તિ સાથે સોશિયલ મીડિયા પર થયેલી ઓળખ ક્યારેક ભારે પડી શકે છે. આવો જ એક કિસ્સો નવસારીના ખેરગામમાંથી સામે આવ્યો છે. અહીં એક વિધર્મી યુવકે પોતાનું નામ બદલીને સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી. જ્યારે તેની પોલ ખુલી ગઈ તો તેણે તેના ઘરમાં ઘૂસીને ચપ્પુની અણીએ કુકર્મ આચર્યુ હતું. સગીરાના પિતાએ આ મામલે ખેરગામ પોલીસ સ્ટેશનમાં વિધર્મી યુવક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે, ખેરઘામમાં રહેતી પરપ્રાંતીય સગીરાને વિધર્મી યુવકે નામ બદલીને સોશિયલ મીડિયાનું આઈડી લઈ મેસેજ કરતો હતો. અ પછી વિધર્મી યુવકે સગીરાને પોતની પ્રેમજાળમાં ફસાવી હતી. જો કે, સોશિયલ મીડિયા દ્વારા જ યુવકની સાચી ઓળખ છતી થઈ હતી. આ વાતની જાણ થતા સગીરાએ તેની સાથે સંબંધ રાખવાનો ઈનકાર કર્યો હતો. એ પછી વિધર્મી યુવકની પોલ ખૂલી જતા તેણે સગીરાના ઘરમાં ઘુસીને ચાકૂની અણીએ અવારનવાર કુકર્મ આચર્યુ હતુ. એટલું જ નહીં જો સગીરા પ્રેમ સંબંધ નહીં રાખે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આખરે આ મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો.

વાત એવી છે કે, 14 વર્ષની સગીરા તેના પરિવાર સાથે ખેરગામમાં રહે છે. તે એક ખાનગી સ્કૂલમાં ધોરણ 8માં અભ્યાસ કરે છે. સગીરાના ઘરની નજીક આવેલા એક ગેરેજ પાસે આરોપી યુવક સાથે તેની ઓળખાણ થઈ હતી. આ વિધર્મી યુવકે પોતાનું નામ બદલીને તેને વિશ્વાસમાં લીધી હતી. બાદમાં સગીરાનું સોશિયલ મીડિયા પર આઈડી માગ્યુ હતુ. એ પછી બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો અને તેઓ એકબીજાને મેસેજ કરતા હતા.


એક દિવસે આ વિધર્મી યુવકનો ભાંડો ફૂટી ગયો. સગીરાએ સોશિયલ મીડિઆ પર યુવકનું આઈડી ચેક કર્યુ તો સામે આવ્યું કે તેનું નામ લાલુ નહીં પણ હુસેન વહોરા છે. આ વાતની જાણ થયા બાદ સગીરાએ તેની સાથે સંબંધ રાખવાનો ઈનકાર કર્યો હતો. જે બાદ ઉશ્કેરાયેલા વિધર્મી યુવકે સગીરા અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. એટલું જ નહીં તેણે સગીરના ઘરમાં ઘુસીને અનેકવાર તેની સાથે કુકર્મ આચર્યુ હતુ. આખરે આ વિધર્મી યુવકનો ભાંડો ફૂટી ગયો હતો. વાતની જાણ સગીરાના પરિવારને થઈ હતી. જે બાદ સગીરાના પરિવારે આ મામલે ખેરગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Share This :

Related Articles

Leave a Comment