ગુજરાત / 40 વર્ષની પરિણીતા પતિ અને છ બાળકોને પડતા મૂકીને 14 વર્ષના પ્રેમી સાથે નાસી ગઈ.

  • 30-Nov-2021 09:22 AM

પ્રેમ આંધળો હોય છે તે યુક્તિ દાહોદમાં બનેલા કિસ્સા સાર્થક થતો કિસ્સો બન્યો છે. જેમાં 40 વર્ષની પરિણીતા પોતાના પતિ અને 6 બાળકોને મૂકીને તેનાથી ત્રણ ગણા નાના 14 વર્ષના પ્રેમી સાથે ફરાર થઈ ગઈ છે. બીજી તરફ આ પ્રેમ પ્રકરણ મામલે સગીરના ઘરવાળાએ મહિલા પાસેથી પોતાના પુત્રને પરત લેવા માટે પોલીસને જાણ કરી છે. આ કિસ્સો દાહોદના ફતેપુર તાલુકામાં બની છે.

ફતેપુર તાલુકાના એક ગામની આશરે 40 વર્ષની પરિણીતાને પોતાના ગામથી 13 કિલોમીટર દૂર આવેલા ગામના 14 વર્ષના કિશોર સાથે પ્રેમ થઈ ગયો હતો, આ પરિણીતા ગાંધીનગરમાં કામ માટે જતી હતી ત્યારે તેની મુલાકાત કિશોર સાથે થઈ હોવાનું જાણવા મળી રહ્યું છે. જે બાદ બન્ને વચ્ચેનું અંતર ઘટતા તેઓ પ્રેમમાં પડ્યા હતા. આ પછી જ્યારે કિશોર ઘરે ના આવતા તેના પરિવારજનોને બાળકની ચિંતા થવા લાગી હતી. આ પછી 10થી 12 દિવસનો સમય પસાર થઈ જવા છતાં કિશોર ઘરે ના આવતા તેની તપાસ શરુ કરી હતી.

આ પછી મહિલા કિશોર સાથે ગાંધીનગરમાં હોવાનું માલુમ પડતા તેની તપાસ કરતા બન્ને મળી આવ્યા હતા. આ પછી કિશોરના પરિવારજનો બન્નેને લઈને દાહોદ પરત ફરી રહ્યા હતા ત્યારે પરિણીતાએ સંતરામપુર બસ સ્ટેન્ડ પર કિશોરના પરિવારને કહ્યું કે, તમે મને મૂકવા માટે આવશો તો મારા પિયરવાળા તમારી પાસે દંડ વસૂલશે. માટે તમે મૂકવા માટે ના આવો, હું મારી રીતે જતી રહીશ. આમ વિશ્વાસ કેળવ્યા બાદ તે કિશોર સાથે સંતરામપુર બસ સ્ટેન્ડ પરથી ફરી એકવાર ફરાર થઈ ગઈ હતી. આ કિસ્સામાં પરિણીતા કિશોરને લઈને તેના પિયર રાજસ્થાન ભાગી ગઈ હોવાનું માનવામાં આવી રહ્યું છે.


જ્યારે કિશોરના પિતાએ તપાસ કરતા પરિણીતાના પિતાએ જણાવ્યું કે તમે તમારા છોકરાને અહીં આવીને લઈ જાવ. જે બાદ કિશોરના પિતાએ શનિવારે સુખસર પોલીસને લેખિતમાં જાણ કરી છે. આ પછી પોલીસે આ મામલે આગળની જરુરી કાર્યવાહી શરુ કરી છે.

Share This :

Related Articles

Leave a Comment