રાજકારણ / 20 લાખની લેતીદેતીના મામલે વેપારીનું અપહરણ, પોલીસે ગણતરીના કલાકમાં છોડાવ્યા

  • 30-Sep-2021 11:14 AM

ઈંદોરઃ 20 લાખ રૂપિયાની લેતીદેતીના મામલે કેટલાક શખ્સોએ વેપારીનું અપહરણ કર્યું હતું. જો કે, શહેર પોલીસે સમય સૂચકતા વાપરીને થોડા જ કલાકમાં તેમને અપહરણકર્તાના ચુંગાલમાંથી છોડાવ્યા હતા. પોલીસે આ સાથે આરોપીઓની પણ ધરપકડ કરી હતી અને હાલ તેમની પૂછપરછ ચાલી રહી છે.

ઈંદોરના બાણગંગા પોલીસ સ્ટેશનની ટીમે દિલ્હીના બાયો ડીઝલના વેપારી સિકંદર સચદેવાને અપહરણ થયાના થોડા જ કલાકમાં શોધી કાઢ્યા હતા. સોમવારે રાતે ફિલ્મી ઢબે કિડનેપ થયેલા વેપારીને મંગળવારે મોડી રાતે કુક્ષી વિસ્તારમાં આવેલા એક મકાનમાંથી પોલીસે તેમને છોડાવ્યા હતા. અપહરણ બાદ પોલીસે રાત દરમિયાન સીસીટીવી ફૂટેજ ચકાસ્યા હતા. જેમાથી તેમને કારનો નંબર મળ્યો હતો અને તેઓ આરોપીઓ સુધી પહોંચ્યા હતા.

આ મામલે ક્રાઈમ બ્રાંચે બુટલેગિંગ કરતાં એક આરોપીને પણ પકડ્યો છે. વેપારીના સંબંધીઓએ આ મામલે મંગળવારે કેસ નોંધાવ્યો હતો. બાયો ડીઝલના વેપારી પોતે પણ પહેલા દારૂ વેચવાનું કામ કરતા હતા અને બાદમાં દીકરાને પણ ધંધામાં સામેલ કર્યો હતો.

આ મામલે બુટલેગર સુખરામની ધરપકડ કરીને તેને ઈંદોર લાવવામાં આવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વેપારી સિકંદર પાસેથી આરોપી સુખરામને 20 લાખ રૂપિયા લેવાના હતા, જેના કારણે ઘણા દિવસથી વેપારી તેનો ફોન ઉઠાવી રહ્યા નહોતા. આ કેસમાં અન્ય બે આરોપીઓની પણ શોધ કરવામાં આવી રહી છે.

પકડાયેલો આરોપી સુખરામ બુટલેગર છે, તે આદિવાસી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં દારૂનું બુટલેગિંગ કરે છે અને તેનું મુખ્ય સ્થાન અલીરાજપુર છે. આરોપી અલીરાજપુરના પૂર્વ ધારાસભ્યનો સંબંધ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અત્યારે તેમની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

Share This :

Related Articles

Leave a Comment