વર્લ્ડ / કોરોના વાયરસનો નવો વેરિયન્ટ ઓમીક્રોનના લક્ષણ એકદમ અલગ, ડૉક્ટરે શું કહ્યું?

  • 30-Nov-2021 09:24 AM

કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોન (Omicron)થી સમગ્ર દુનિયા ટેન્શનમાં છે. આ નવા વેરિયન્ટ Omicronની સૌપ્રથમ ઓળખ દક્ષિણ આફ્રિકામાં થઈ હતી. ત્યારબાદ તે બ્રિટન, ઈઝરાયલ, ઓસ્ટ્રેલિયા સહિત ઘણાં દેશોમાં પહોંચી ગયો છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમીક્રોનની ઓળખ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકાના ડૉક્ટર્સે કરી હતી.

દક્ષિણ આફ્રિકાના ડૉક્ટર્સે ઓમીક્રોનથી પીડિત લોકોમાં પહેલા કરતા અલગ લક્ષણ જોયા છે. ડૉક્ટર્સના જણાવ્યા મુજબ, કોરોનાના ડેલ્ટા સ્ટ્રેનથી પીડિત લોકો કરતા ઓમીક્રોન સંક્રમિત લોકોમાં ઘણાં અલગ લક્ષણ જોવા મળી રહ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે નવા વાયરસની સંભાવના માટે સરકારી વૈજ્ઞાનિકોને ચેતવણી આપી છે. દક્ષિણ આફ્રિકા મેડિકલ એસોસિએશનના અધ્યક્ષે જણાવ્યું કે ઓમીક્રોનથી પીડિત રોગીઓમાં થાક લાગવો, માથા અને શરીરમાં દર્દ, ક્યારેક ગળામાં ખરાશ અને ઉધરસની ફરિયાદ થઈ રહી છે.

તેમણે એવું પણ જણાવ્યું કે, ડેલ્ટા વેરિયન્ટમાં ઓક્સિજન સ્તર અને ગંધ તેમજ સ્વાદને નુકસાન થયું. અલગ-અલગ લક્ષણ ડેલ્ટાના હોઈ શકે નહીં. આ બીટા સમાન છે અથવા પછી કોઈ નવું ટેન્શન હોઈ શકે છે. ડૉક્ટરે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું કે મને નથી લાગતું કે આ ખતમ થઈ જશે, મને એવી આશા છે કે આ એક હળવી બીમારી હશે. અત્યારે વિશ્વાસ છે કે આપણે તેને સંભાળી શકીએ છીએ. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી જણાવાયું છે કે ઓમીક્રોન કેટલો સંક્રામક અને ગંભીર છે તે વિશે અત્યારે ઉતાવળે કશું કહી શકાય નહીં.

WHOએ એવું પણ કહ્યું કે હજુ સુધી એવું સ્પષ્ટ નથી કે ઓમિક્રોન વેરિયન્ટ વિરુદ્ધ કોવિડ વેક્સિન કેટલી અસરકારક છે. પરંતુ, પ્રારંભિક આંકડાઓથી જાણવા મળ્યું છે કે દક્ષિણ આફ્રિકામાં હોસ્પિટલમાં દાખલ થવાનો દર વધી રહ્યો છે. એવું પણ જાણવા મળી રહ્યું છે કે કોરોના વાયરસના સ્પાઈક પ્રોટીનમાં સૌથી વધારે લગભગ 30 વખત પરિવર્તન થયા છે જે સરળતાથી લોકોમાં ફેલાવાની આશંકા છે. પરંતુ, હજુ સુધી એવા કોઈ સંકેત નથી મળ્યા કે કોરોનાનું નવું સ્વરૂપ વધુ ગંભીર બીમારીનું કારણ બની શકે છે. હજુ સુધી એવું જાણવામાં અઠવાડિયા લાગી શકે છે કે શું ઓમિક્રોન વધારે સંક્રામક છે અને કોરોનાની રસી તેના પર અસરકારક છે કે નહીં?

Share This :

Related Articles

Leave a Comment