ગુજરાત / આગામી ત્રણ દિવસ ગુજરાતમાં અમદાવાદ સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી માહોલ,

  • 01-Dec-2021 08:29 AM

ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યના ઘણાં વિસ્તારોમાં આજથી એટલે કે 30 નવેમ્બરથી બીજી ડિસેમ્બર સુધી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પાછોતરા વરસાદ બાદ ઘણાં ખેડૂતો માંડ ઉભા થઈ રહ્યા છે ત્યારે કમોસમી વરસાદની આગાહી તેમને ફરી એકવાર ચિંતામાં મૂક્યા છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર્, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે કે 30 નવેમ્બરે ગુજરાત રાજ્યના કેટલાક જિલ્લાના વાતાવરણમાં પલટો આવશે. જેમાં દક્ષિણ ગુજરાત ઉપરાંત અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ સહિતના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગના મતે 1 ડિસેમ્બરે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતમાં વરસાદ પડશે. એટલું જ નહીં, રાજ્યમાં 40 થી 60 કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. રાજ્યના દક્ષિણ, ઉત્તર અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે 1 ડિસેમ્બરે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાશે. જેના કારણે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડશે.

2 ડિસેમ્બરે પણ રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ડાંગ અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. છોટાઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં સામાન્યથી મધ્યમ વરસાદ સાથે જ મધ્યમ ઝડપે પવન ફૂંકાવવાની આગાહી હવામાન વિભાગે કરી છે.

વરસાદને પગલે માછીમારો અને ખેડૂતો માટે સૂચના જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગે દરિયાકાઠાના વિસ્તારોને એલર્ટ રહેવા અને માછીમારોને 30 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. તેમજ વરસાદના કારણે ખેડૂતોને પાક સહીસલામત જગ્યા પર મુકવા પણ સૂચના આપી છે. પાકને નુકશાન ન થાય તેને લઈને સાવચેતી રાખવા ખેડૂતોને સૂચના આપવામાં આવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. ખેતરોમાં નમી જાય તેવા પાકને ટેકો આપવા પણ સૂચન કર્યું છે.

Share This :

Related Articles

Leave a Comment