બોલીવુડ / 'ઓમિક્રોન'ના વધતાં ખતરા વચ્ચે એક્ટર અમિત સાધ કોરોના પોઝિટિવ, બોલીવુડમાં કેસ વધ્યા.

  • 01-Dec-2021 08:37 AM

હાલમાં સામે આવેલો કોરોના વાયરસનો નવો વેરિયન્ટ 'ઓમિક્રોન' દુનિયાભરના દેશોની ચિંતા વધારી રહ્યો છે. મોટાભાગના દેશો આ વેરિયન્ટ સામે લડવાની તૈયારી કરી રહ્યો છે. ભારતમાં પણ આ વેરિયન્ટને લઇને કેન્દ્ર સરકાર એલર્ટ જાહેર કરી ચૂકી છે. એવામાં બીજી લહેરની મારથી ઉભરી રહેલા બોલીવુડના અનેક સિતારા કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

હાલમાં બોલીવુડના અભિનેતા અમિત સાધે પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી સોશિયલ મીડિયા પર આપી છે. અમિત સાધે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને જણાવ્યું છે કે, તમામ પ્રકારની સાવચેતી રાખવા છતાંય પોતે કોરોના પોઝિટિવ થયો છે. સારી વાત એ છે કે કોવિડના હળવા લક્ષણો છે. કોવિડ પ્રોટોકોલનું પાલન કરતાં મેં પોતાને અલગ કર્યો છે અને ઘરે જ ક્વારન્ટાઇનમાં રહીશ. મહેરબાની કરીને તમે પણ સાવચેતી રાખજો. અમિત સાધની પોસ્ટ પછી એના ફોલોઅર્સ અને ફેન્સએ એક્ટર જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરી છે.


અમિત સાધે ઓક્ટોમ્બરમાં Amazon પ્રાઇમ વીડિયોની વેબ સીરિઝ Breathની બીજી સિઝનની જાહેરાત કરી હતી, જેમાં એની સાથે અભિષેક બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. સીરિઝનું શૂટિંગ શરું તઇ ચૂક્યુ છે.

એપ્રિલમાં જ્યારે મહામારીએ એનો કાળો કહેર વર્તાવ્યો હતો, એ સમય દરમિયાન અમિત સાધે સોશિયલ મીડિયાથી અંતર જાળવી રાખ્યું હતું. અમિત સાધે નિર્ણય કર્યો હતો કે, જ્યારે દુનિયા મહામારી સામે ઝઝૂમી રહી છે તો તે પોતાના ફોટા અને વીડિયો શેર નહીં કરે.

નોંધનીય છે કે, અન્ય ક્ષેત્રોની જેમ ફિલ્મ જગત પર પણ કોરોના મહામારીની ગંભીર અસર પડી હતી. બીજી લહેર નબળી પડ્યા પછી બોલીવુડ આ પરિસ્થિતિમાંથી ઉભરવાના પ્રયત્ન કરી રહ્યું છે. એવામાં એના કલાકારો પણ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.

હાલમાં જ કાજોલની બહેન તનીષાએ પણ પોતે કોરોના પોઝિટિવ હોવાની માહિતી સોશિયલ મીડિયા પર આપી હતી. આ પહેલા બોલીવુડ અને દક્ષિણની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં દિગ્ગજ કલાકાર કમલ હાસન પણ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમણે જણાવ્યું હતું કે, અમેરિકાથી પરત ફર્યા પછી સામાન્ય ખાંસીની ફરિયાદ હતી. ટેસ્ટ કરાવવા પર ખુલાસો થયો હતો કે તેઓ કોરોના પોઝિટિવ છે. એપ્રિલમાં કોરોનાની બીજી લહેર દરમિયાન બોલીવુડના અનેક કલાકારો કોરોનાથી સંક્રમિત થયા હતા.

Share This :

Related Articles

Leave a Comment