વર્લ્ડ / Redmi Note 11T 5G: જબરદસ્ત કેમેરા અને પ્રોસેસર સાથે લોન્ચ થયો Xiaomiનો સ્માર્ટફોન.

  • 01-Dec-2021 10:34 AM

ટેક-જાયન્ટ કંપની શાઓમીની સબ-બ્રાન્ડ રેડમીએ પાછલા એક મહિનામાં ચીનમાં રેડમી નોટ 11, રેડમી નોટ 11 પ્રો, રેટમી નોટ 11 પ્રો પ્લસ લોન્ચ કર્યા છે. આજે રેડમી કંપનીએ એક વર્ચ્યુઅલ ઈવેન્ટના માધ્યમથી ભારતમાં રેડમી નોટ 11T 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનના ફીચર્સ ઘણાં સારા છે અને તેની ટેક્નોલોજી પણ અદ્યતન છે. ફોનમાં ફાસ્ટ ચાર્જિંગ, ડ્યુઅલ કેમેરા સેટઅપ, 6જીબી રેમ વગેરે જેવી નવીનતાઓ છે. આ ફોન ત્રણ અલગ અલગ પ્રકારના સ્ટોરેજ વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ છે અને તેની શરુઆતની કિંમત 15,999 રુપિયા છે.

ફોનની બેટરીની વાત કરીએ તો 5000mAh બેટરી આપવામાં આવી છે. તમે એકવાર ફોનને ચાર્જ કરશો તો 24 કલાક સુધી ફોન ચાલશે. મંગળવારના રોજ આયોજિત વર્ચ્યુઅલ લોન્ચ કાર્યક્રમમાં કંપની દ્વારા દાવો કરવામાં આવ્યો હતો. કંપનીએ આ ફોનમાં 5જી માટે ભારતીય ટેલિકોમ કંપની રિલાયન્સ જીયો સાથે પાર્ટનરશિપ કરી છે. આ કંપની પાછલા ઘણા સમયથી ભારતમાં 5જી માટે ટ્રાયલ કરી રહી છે.

સ્માર્ટફોન એન્ડ્રોઈડ 11 પર કામ કરે છે. ઉલ્લેખનીય છે કે રેડમી કંપનીના ફોનની ભારતમાં ઘણી માંગ છે. ભારતના આ માર્કેટને ધ્યાનમાં રાખીને કંપની યુઝર્સને વ્યાજબી કિંમતમાં અદ્યતન ફીચર્સ આપવા માંગે છે. આ જ કારણોસર રેડમી નોટ 11ટી 5જી સ્માર્ટફોનમાં કંપનીએ એ તમામ ફીચર્સ આપવાનો પ્રયત્ન કર્યો છે જે એક યુઝરને સ્માર્ટફોનમાં જોઈતા હોય, જેમ કે ફોટોગ્રાફી માટે સારા કેમેરા ફીચર્સ, મલ્ટી ટેબ ડિસ્પ્લે વગેરે.


સ્માર્ટફોનની બેઝ મેમરી 6 જીબી છે. રેડમી નોટ 11ટી 5જી સ્માર્ટફોન ત્રણ અલગ અલગ મેમરી સ્ટોરેજ વિકલ્પ સાથે ઉપલબ્ધ હશે, 6GB/64GB, 6GB/128GB, 8GB/128GB. આજકાલ દરેક યુઝરને કેમેરા ફીચર્સ જબરદસ્ત જોઈતા હોય છે. રેડમીના આ સ્માર્ટફોનમાં 16 મેગાપિક્સલ સેલ્ફી શૂટર આપવામાં આવ્યો છે, જ્યારે 50 મેગાપિક્સલ પ્રાઈમરી કેમેરા આપવામાં આવ્યો, જેની સાથે આઠ મેગાપિક્સલનું અલ્ટ્રાવાઈડ યુનિટ હશે. આ સ્માર્ટફોન સ્ટારડસ્ટ વ્હાઈટ, મેટ બ્લેક, એક્વા મરીન બ્લૂ કલરમાં જોવા મળશે. ઉપલબ્ધતાની વાત કરીએ તો ફોનનું વેચાણ સાત ડિસેમ્બરથી શાઓમીન સાઈટ પર અને મી સ્ટોર તેમજ ઈ-કોમર્સ સાઈટ અમેઝોન પર શરુ થઈ જશે.

Share This :

Related Articles

Leave a Comment