ગુજરાત / લગ્નના બંધનમાં બંધાઈ ગયો અભિનેતા વિનીત કુમાર સિંહ, 8 વર્ષથી રિલેશનશિપમાં હતો,

  • 01-Dec-2021 11:05 AM

બોલિવૂડની અનેક સફળ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા અભિનેતા વિનીત કુમાર સિંહે પોતાની લોન્ગ ટાઈમ ગર્લફ્રેન્ડ રુચિરા ગોરમારે સાથે લગ્ન કરી લીધા છે. વિનીતે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરીને લગ્નની જાણકારી ફેન્સ સાથે શેર કરી છે. વિનીત અને રુચિરાના આ લગ્નમાં ગણતરીના લોકો હાજર રહ્યા હતા અને આ લગ્ન વિષે ઘણાં ઓછા લોકો જાણતા હતા.

લગ્નની સુંદર તસવીરો શેર કરીને વિનીતે લક્યું કે, 29 નવેમ્બર, તારો હાથ પકડીને હું ઘણો આગળ આવી ગયો. ખરેખર તને જીવનમાં મેળવીને હું પોતાને ભાગ્યશાળી માની રહ્યો છું. તમામ લોકોને પ્રેમ અને શુભકામનાઓ માટે આભાર.

પ્રાપ્ત જાણકારી અનુસાર, રુચિરા અને વિનીત એકબીજાને આઠ વર્ષથી ડેટ કરી રહ્યા છે. ન્યુઝ પોર્ટલ સાથેની વાતચીતમાં વિનીતે કહ્યું કે, તે અને રુચિરા લાંબા સમયથી એકબીજાને ઓળખે છે અને સંઘર્ષના સમયમાં પણ રુચિરાએ તેનો સાથ નથી છોડ્યો. લાંબો સમય સાથે રહ્યા પછી તેમણે લગ્ન કરવાનો નિર્ણય લીધો છે. આ લગ્ન પહેલા 2020માં કરવાના હતા પરંતુ કોરોના મહામારીને કારણે લગ્ન પાછા ટળી ગયા હતા.

લગ્ન વિષે વાત કરતાં વિનીતે કહ્યું કે લગ્ન સમારોહમાં ગણતરીના લોકો હાજર રહ્યા હતા. માત્ર બન્ને પરિવાર અને અત્યંત નજીકના મિત્રોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. આ લગ્ન ઉત્તર ભારતીય અને મરાઠી બન્ને રિવાજ અનુસાર કરવામાં આવ્યા હતા. વિનીત કુમાર સિંહે લગ્નની તસવીરો શેર કરી ત્યારપછી તેના પર શુભકામનાઓ વરસી રહી છે. ઈન્ડસ્ટ્રીના મિત્રો અને ફેન્સ તેને લગ્ન જીવન માટે શુભેચ્છા પાઠવી રહ્યા છે. અનુરાગ કશ્યપ, આહના કુમાર, શિલ્પા રાવ, સુચિત્રા પિલ્લાઈ , અક્ષય ઓબરોય સહિત અનેક લોકોએ કમેન્ટ કરી છે.

37 વર્ષીય વિનીતે વર્ષ 2002માં ફિલ્મ પિતા સાથે એક્ટિંગ કરિયરની શરુઆત કરી હતી. ત્યારપછી તે હથિયાર, ચેન કુલી કી મેન કુલી, જન્નત, ગેંગ્સ ઓફ વાસેપુર, બોમ્બે ટોકીઝ, અગલી, બોલિવૂડ ડાયરીઝ, મુક્કાબાઝ, દાસ દેવ, ગોલ્ડ, સાંઢ કી આંખ અને ગુંજન સક્સેના જેવી અનેક ફિલ્મોમાં જોવા મળ્યો. રુચિરા પણ એક્ટ્રેસ છે, સાથે જ તે બ્લોગર પણ છે.

Share This :

Related Articles

Leave a Comment