ગુજરાત / ભાઈએ જ તેની બે બહેનનો સોદો કરી નાખ્યો, મિત્રને મળવાનું કહી રાજસ્થાન લઈ ગયો અને ત્યા તેની સાથે…..

  • 01-Dec-2021 04:30 PM

આ બનાવ સામે આવ્યો છે બિહારમાં જ્યા ફરી માનવ તસ્કરીનો મામલો સામે આવ્યો છે. બિહારના ઔરંગાબાદ જિલ્લાનો આ બનાવ છે. બે બહેનોનને તેમા ભાઈએ રાજસ્થાનમાં વેચી કાઢી હતી અને આ મમાલો સામે આવ્યા બાદ આસપાસના વિસ્તારમાં પણ ચકચાર મચી જવા પામી છે.

ભાઈ તેની બહેનોને તેમની મિત્રો સાથે મળવાનું કહીને રાજસ્થાન લઈ ગયો હતો. બંને જણીઓ તેમની મિત્રોને મળી પણ હતી. પરંતુ બીજા દિવસે તે તેમને બજારમાં ફરવા લઈ ગયો હતો જ્યા તેમને 70 હજારમાં વેચી નાખી હતી.

બંને બહેનો પાસે જ્યારે 15 દિવસ પછી એક વ્યક્તિનો ફોન હાથે લાગ્યો ત્યારે તેમણે પરિવારના સભ્યોને જાણ કરી જેથી પરિવારે પોલીસની મદદ લીધી અને બાદમાં ઔંગાબાદ પોલીસ અને રાજસ્થાન પોલીસે સાથે મળીને યુવતીઓને છોડાવી હતી.

પોલીસે યુવતીઓને ઝડપી પાડી છે. પરંતુ તેમને કોણે રાખી હતી તે મામલો હજું સામે નથી આવ્યો. સાથેજ તેમનો ભાઈ પણ હાલ ફરાર છે. સમગ્ર મામલે ઓરંગાબાલ પોલીસે બંને બહેનોનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. અ કોર્ટમાં તેમનું નિવેદન પણ નોંધાવ્યું છે.

બીજી તરફ જે લોકો યુવતીઓને ખરીદી હતી તેઓ તેમના પિતાને ફોન કરીને કહે છે કે તેમના 70 હજાર રૂપિયા તેમનો દિકરો પરત આપી જાય. જેથી પરિવારજનોએ આ સમગ્ર મામલે પોલીસને જાણ કરી છે. જેથી પોલીસ પણ આ મામલે તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે પોલીસ હાલ તપાસ કરી રહી છે. સાથેજ પોલીસે કોર્ટમાં બંને પીડિતાઓના નીવેદન પણ નોંધ્યા છે. સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે આ ગુનામાં જેટલા પણ લોકો સંડોવાયેલા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Share This :

Related Articles

Leave a Comment