બોલીવુડ / વિકી-કેટરિનાના લગ્ન કરાવશે આ રાજ્યના 3 ખાસ પંડિત, 9 ડિસેમ્બરે થશે 'શાહી લગ્ન'.

  • 02-Dec-2021 09:03 AM

કેટરિના કૈફ અને વિકી કૌશલના શાહી લગ્નની ચર્ચા હાલમાં ચોતરફ થઇ રહી છે. આ કલાકારોના બંને પરિવારો લગ્નની વાતથી મો ફેરવી રહ્યા છે પરંતુ સતત સામે આવી રહેલા રિપોર્ટ એવા જ ઇશારા કરી રહ્યા છે કે, કેટ-વિકીના લગ્નની તૈયારીઓ ખૂબ જ જોરશોરથી ચાલી રહી છે. બોલીવુડ કપલના આ લગ્નને લઇને માહિતી સામે આવી છે કે કેટરિના અને વિકી લગ્ન માટે એક મોંઘા સ્વીટમાં રોકાશે, જ્યાં એક રાત રોકાવાની કિંમત 7 લાખ રુપિયા છે.

કેટરિના અને વિકીના લગ્ન 9 ડિસેમ્બરે રાજસ્થાનમાં થશે. લગ્નની રસમ મુજબ બંને શું પહેરશે એની પણ તૈયારીઓ પૂરી થઇ ચૂકી છે. કેટરિના એની મહેંદી રસમ પર અબૂ જાની દ્વારા તૈયાર કરવામાં આવેલો ડ્રેસ પહેરશે જ્યારે સંગીત સેરેમનીમાં મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરલેો ડ્રેસ પહેરશે. કેટરિના લગ્નના દિવસે ગુચી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલુ આઉટફિટ પહેરશે.

વિકી કૌશલની વાત કરીએ તો એ મહેંદી અને સંગીત રસમના દિવસે કૃણાલ રાવલ અને રાઘવન્દ્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા આઉટફિટમાં જોવા મળશે. જ્યારે લગ્નના દિવસે વિકી સબ્યાસાચી દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો ડ્રેસ પહેરશે.

આ શાહી લગ્ન સવાઇ માધોપુરના ચૌથના બરવાડા સ્થિત સિક્સ સેન્સ ફોર્ટમાં યોજાશે. આ માટે મહારાષ્ટ્રિયન પંડિત પણ આવશે. જેઓ વિકી અને કેટરિનાને લગ્નના બંધને બાંધશે.

Share This :

Related Articles

Leave a Comment