બિઝનેસ / રાકેશ ઝુનઝુનવાલાએ ખરીદેલા 3 નવા સ્ટોક તૂટ્યા, શું હાલમાં ખરીદી શકાય?

  • 02-Dec-2021 09:30 AM

શેરબજારના દિગ્ગજ રોકાણકાર રાકેશ ઝુનઝુનવાલાએ તાજેતરમાં ખરીદેલા ત્રણ શેર હાલમાં તૂટી રહ્યા છે. ડેટા પ્રમાણે આ ત્રણ સ્ટોક તેમના 52 સપ્તાહના હાઈથી 30 ટકા નીચે ગગડી ગયા છે. બિગબૂલ તરીકે જાણીતા ઝુનઝુનવાલાએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં નાલ્કો, કેનેરા બેન્ક અને ઈન્ડિયાબૂલ્સ રિયલ એસ્ટેટમાં ખરીદી કરી હતી.

ડેટા પ્રમાણે નાલ્કો 18 ઓક્ટોબરે તેની સર્વોચ્ચ 124.75 રૂપિયાની કિંમતે પહોંચ્યો હતો જે હાલમાં 29.5 ટકા તૂટ્યો છે. ઝુનઝુનવાલાએ બીજા ક્વાર્ટરમાં આમાં 1.4 ટકા અથવા તો 220 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું હતું. ગો ઈન્ડિયા સ્ટોક્સ.કોમના રાકેશ અરોરાએ ઈટી નાઉને જણાવ્યું હતું કે, કોર્પોરેટ એક્શન અને પ્રમોટર્સની ખરીદીને કારણે વેદાંતાએ અન્ય કંપનીઓને પાછળ રાખી દીધી છે. હિન્ડાલ્કોનું પ્રદર્શન પણ સારું લાગતું હતું અને નાલ્કો એલ્યુમિનિયમ સ્પેસમાં સૌથી સસ્તો સ્ટોક હતો.

એન્ટિક સ્ટોક બ્રોકિંગે 126 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે જ્યારે મોતીલાલ ઓસ્વાલે 107 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. આ સ્ટોકને ટ્રેક કરી રહેલા આઠ એનાલિસ્ટે 12 મહિના માટે આ સ્ટોક માટે 112.78 રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. જે સંભવિત 27 ટકા છે.

જ્યારે 9 નવેમ્બરે તેની સર્વોચ્ચ 247.60 રૂપિયાની કિંમતે પહોંચેલો કેનેરા બેન્કનો શેર 20 ટકા ડાઉન છે. કેટલાક બ્રોકરેજીસ આ સ્ટોકને ખરીદી માટે સારો ગણાવી રહ્યા છે. મંગળવારે ટેકનિકલ રિપોર્ટ પ્રમાણે આઈસીઆઈસીઆઈ ડાયરેક્ટે કેનેરા બેન્કને ટોચના BFSI ખરીદીમાં સામેલ કર્યો છે.

મોતીલાલ ઓસ્વાલ સિક્યુરિટીઝના હેમાંગ જોષીએ જણાવ્યું હતું કે, ઓપરેટિંગ પરર્ફોર્મન્સ પ્રમાણે પીએસયુ બેન્કોએ સારો દેખાવ કર્યો છે અને તે રોકાણકારો માટે સારી તક પૂરી પાડી શકે છે. ટેક્ટિકલ ટ્રેડિંગની દ્રષ્ટીએ એસબીઆઈ ઉપરાંત કેનેરા બેન્ક, યુનિયન બેન્ક, બેન્ક ઓફ બરોડા કે જ્યાં બધું સારું રહેશે તેવું માની રહ્યા છીએ અને જો ગ્રોથ જળવાઈ રહેશે તો લોકો પણ તેમાં ભાગ લેવા ઈચ્છશે.

ઝુનઝુનવાલાનો ત્રીજો એક સ્ટોર છે ઈન્ડિયાબૂલ્સ રિયલ એસ્ટેટ જે 9 નવેમ્બરના 195.90 હાઈથી 16 ટકા ઘટી ગયો છે. મોટા ભાગના બ્રોકરેજીસ આ સ્ટોકને ટ્રેક કરતા નથી. આ કંપની એમ્બેસી ગ્રૂપ સાથે મર્જર કરવાની પ્રક્રિયા પૂરી કરવાના આરે છે. 30 સપ્ટેમ્બરે ઝુનઝુનવાલા ઈન્ડિયાબૂલ્સ રિટલ એસ્ટેટમાં 83 કરોડ રૂપિયાના અથવા તો 1.1 ટકા શેર્સ ધરાવે છે.

Share This :

Related Articles

Leave a Comment