બિઝનેસ / Anand Rathi IPO: આજે ઓપન થઈ રહ્યો છે ઈસ્યુ, સબસ્ક્રાઈબ કરવો જોઈએ કે નહીં?

  • 02-Dec-2021 09:39 AM

શેરબજારમાં હાલમાં આઈપીઓની સિઝન હોય તેમ એક પછી એક નવા આઈપીઓ આવતા રહે છે. ગુરૂવારે વધુ એક આઈપીઓ આવી રહ્યો છે. આનંદ રાઠી આઈપીઓ 2 ડિસેમ્બર એટલે કે આવતીકાલે ગુરૂવારે ઓપન થશે અને 6 ડિસેમ્બર સુધી સબસ્ક્રાઈબ કરી શકાશે.

ભારતની અગ્રણી નોન-બેન્કિંગ વેલ્થ સોલ્યુશન કંપની આ પબ્લિક ઈસ્યુના માધ્યમથી 660 કરોડ રૂપિયા એકત્રિત કરવાની યોજના ધરાવે છે. તેની પ્રાઈઝ બેન્ડ 530-550 પ્રતિ ઈક્વિટી શેર છે. આઈપીઓ ઓપન થાય તે પહેલા જ ગ્રે માર્કેટમાં તેના વિશે હકારાત્મક સંકેતો મળી રહ્યા છે. ગ્રે માર્કેટમાં બુધવારે આનંદ રાઠી વેલ્થનું પ્રીમિયમ 125 રૂપિયા હતું.

માર્કેટ નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે આનંદ રાઠી આઈપીઓના શેરનું પ્રીમિયમ હજી પણ ઉપર જઈ શકે છે. ઓપન થાય તે અગાઉ જ પ્રીમિયમ વધતાં તેના ઈસ્યુ પર ઘણી હકારાત્મક અસર પડશે. ગ્રે માર્કેટ પ્રમાણે બુધવારે તેનું પ્રીમિયમ 125 રૂપિયા બોલાઈ રહ્યું છે તેનો મતલબ કે તે 675 રૂપિયા પર લિસ્ટ થઈ શખે છે જે તેની ઈસ્યુ પ્રાઈઝ કરતા 20 ટકા વધારે છે. જોકે, આ પ્રીમિયમમાં હજી પણ વધારો થઈ શકે છે તેમ નિષ્ણાતોનું માનવું છે.

આનંદ રાઠી આઈપીઓ અંગે શેર ઈન્ડિયાના વાઈસ પ્રેસિડેન્ટ રવિ સિંહે જણાવ્યું હતું કે, ભારતના બેન્કિંગ એન્ડ ફાઈનાન્સિયલ સેક્ટર (બીએફએસઆઈ)માં ગ્રોથની અદ્દભુત તકો રહેલી છે. જેનું કારણ કેપિટલ માર્કેટ સાથે જોડાયેલા બિઝનેસમાં રિટેલ ભાગીદારીમાં થઈ રહેલો વધારો છે. જોકે, વર્તમાન માર્કેટ સેન્ટિમેન્ટ્સ અનુકૂળ નથી અને બીએફએસઆઈ સેક્ટરને સૌથી ખરાબ અસર પહોંચી છે. આનંદ રાઠી વેલ્થનું વેલ્યુએશન વધારે છે.

આનંદ રાઠી આઈપીઓનું એલોટમેન્ટ 9 ડિસેમ્બરે થાય તેવી શક્યતા છે. જ્યારે 14 ડિસેમ્બરે તે એનએસઈ અને બીએસઈ પર લિસ્ટિંગ થાય તેવી શક્યતા છે. રોકાણકારો ઓછામાં ઓછા 27 શેર માટે બિડ કરી શકે છે અને ત્યારબાદ તેના ગુણાંકમાં બિડ કરી શકે છે.

Share This :

Related Articles

Leave a Comment