ગુજરાત / સુરતમાં માતાએ 3 વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા પછી ટૂંકાવ્યું જીવન.

  • 02-Dec-2021 09:43 AM

સુરતમાં 3 વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ સુસાઈડ નોટ લખીને આપઘાત કર્યો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મળતી માહિતી મુજબ, સુરતમાં રાંદેર ઊગત રોડ વિસ્તારમાં માતાએ 3 વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ આપઘાત કરી લીધો હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પતિથી અલગ રહેતી આ મહિલાએ સુસાઈડ નોટમાં પતિના અફેર અંગે તેમજ માનસિક ત્રાસ અપાતો હોવાનો પણ ઉલ્લેખ કર્યો છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

એક ન્યૂઝ વેબસાઈટના જણાવ્યા મુજબ, મૃતક મહિલાના પિતાએ જણાવ્યું હતું કે મારા જમાઈના શારીરિક અને માનસિક ત્રાસથી આ પગલું ભર્યું હોવાની શક્યતા છે. છેલ્લા સાડા ત્રણ વર્ષથી તેઓ અલગ રહેતા હતા. મારી દીકરી સાથે લગ્ન કર્યા બાદ સાતમા મહિનાથી સીમંત પણ ના થવા દઈને માનસિક અને શારીરિક ત્રાસ આપ્યો છે. જેથી તેને સજા થવી જોઈએ.

વધુ મળતી માહિતી મુજબ, સુરત શહેરના રાંદેર ઊગત રોડ વિસ્તારમાં રહેતી એક માતાએ પોતાના જ 3 વર્ષના દીકરાની ગળું દબાવી હત્યા કર્યા બાદ સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લીધો હતો. મહિલાએ લખેલી સુસાઈડ નોટ સામે આવી છે. આ સુસાઈડ નોટ મુજબ, આપઘાત કરનારી મહિલા તેના પતિના અફેર બાબતે જાણતી હતી. માતાએ સુસાઈડ નોટમાં દીકરાની હત્યા અંગે લખ્યું કે મારો હીરો મરી ગયો, મેં ગળું દબાવીને મારી નાખ્યો. જો એ જીવતો તો તેની જિંદગી બરબાદ થઈ જતી. મારા હાથ ખૂબ જ ધ્રૂજતા હતા. મારા ઢીંગલાને મારતા હું ખૂબ રડતી હતી. મારો દિલનો ટુકડો, મારી જાન મારો રિશુ, સોરી દીકરા, આવી રીતે તને મારવા માટે.


સુરતમાં 3 વર્ષના પુત્રની ગળું દબાવી હત્યા કર્યા બાદ માતાએ સુસાઈડ નોટ લખીને આપઘાત કરી લેતા ચકચાર મચી છે. સુરત શહેરમાં રાંદેર ઉગત રોડ વિસ્તારમાં મહિલાએ ઘરકંકાસમાં આત્મઘાતી પગલું ભર્યું હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ છે. આ મહિલા ત્રણ વર્ષના દીકરા સાથે તેના પતિથી અલગ રહેતી હતી.

Share This :

Related Articles

Leave a Comment