ગુજરાત / ઉનામાં મામાએ 19 વર્ષની ભાણીનો વારંવાર રેપ કર્યો, ગર્ભવતી બનતા ભાંડો ફૂટ્યો.

  • 02-Dec-2021 09:48 AM

રાજ્યમાં બાળકીઓ અને સગીરા પર કુકર્મ આચરવાના ગુનાઓમાં દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં ગાંધીનગર અને સુરતમાંથી આવા કિસ્સા સામે આવ્યા હતા. જે જોઈને લાગે છે કે રાજ્યમાં હવે બાળકીઓ અને સગીરાઓ સુરક્ષિત રહી નથી. તો કેટલાંક કેસોમાં સગા સંબંધીઓ દ્વારા બાળકીઓ કે સગીરા પર કુકર્મ આચરવામાં આવ્યુ હોવાનું પણ સામે આવી ચૂક્યું છે. ત્યારે આવો જ એક કિસ્સો રાજકોટના ગીર સોમનાથ જિલ્લામાંથી સામે આવ્યો છે. જ્યાં નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર મામાએ વારંવાર કુકર્મ આચરતા તે ગર્ભવતી બની અને ભાંડો ફૂટ્યો હતો.

રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આરોપ છે કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં તે પોતાના ગામડે ગઈ હતી. ત્યારે ગામમાં રહેતા તેના મામાએ તેનો રેપ કર્યો હતોઅને ગર્ભવતી ભાંડો ફૂટ્યો હતો. આ મામલે રાજકોટ પોલીસે વિદ્યાર્થિનીનું નિવેદન નોંધીને ઉના પોલીસને ફરિયાદ નોંધવા જાણ કરી છે. 19 વર્ષીય વિદ્યાર્થિનીનો આરોપ છે કે, તે રાજકોટની નર્સિંગ સ્કૂલમાં અભ્યાસ કરે છે. રવિવારે રાત્રે તેણે પેટમાં દુઃખાવો થયો હોવાની ફરિયાદ કરી હતી. વિદ્યાર્થિનીની આ ફરિયાદ બાદ તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. અહીં ફરજ પરના તબીબોએ તેની તપાસ કર્યા બાદ જાહેર કર્યુ કે તે ગર્ભવતી છે. એ પછી તબીબોએ વિદ્યાર્થિનીની આખી વાત સાંભળી હતી અને બાદમાં પોલીસને જાણ કરી હતી.

આખરે વિદ્યાર્થિનીએ પોલીસ સમક્ષ આપવીતી સંભળાવી હતી. વિદ્યાર્થિનીએ પોલીસને જણાવ્યું કે, લૉકડાઉન દરમિયાન તે પોતાના ગામડે ગઈ હતી. ગામડે ગઈ ત્યારે તેના મામાએ તેનો વારંવાર રેપ કર્યો હતો. મામાએ વારંવાર રેપ કર્યા બાદ તેને આ વાત કોઈને પણ ન જણાવવા માટે ધમકી આપી હતી. જો કે, રવિવારે વિદ્યાર્થિનીને પેટમાં દુઃખાવો થતા સારવાર માટે લઈ જવામાં આવી હતી. જ્યાં તબીબોએ જણાવ્યું કે તે ગર્ભવતી છે, એ પછી આખી વાતનો ભાંડો ફૂટી ગયો હતો.

Share This :

Related Articles

Leave a Comment