ગુજરાત / ગુજરાતમાં વધુ એક વાવાઝોડાની આગાહી, જાણો નામ.

  • 02-Dec-2021 12:37 PM

 

ગુજરાતમાં લાંબા સમય બાદ ફરી એકવાર જવાદ નામના વાવાઝોડાનું સંકટ જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આંધ્રપ્રદેશ, ઓરિસ્સામાં આ ચક્રાવાતી તોફાનનું રૂપ લઈ શકે છે. હવામાન વિભાગે જવાદ વાવાઝોડાને માટે 4 ડિસેમ્બરની તારીખે આગાહી કરી છે. આ વાવાઝોડાની અસર ગુજરાતમાં પણ જોવા મળશે.

જવાદ વાવાઝોડાની અસરના ભાગરૂપે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી છે. આજથી 4 દિવસ સુધી ઓરિસ્સા, આંધ્રમાં માછીમારોને ચેતવણી આપી દેવામાં આવી છે. આ સાથે જ IMDનું કહેવું છે કે આ સમયે મુંબઈમાં ભારે વરસાદ વરસી શકે છે. 3 ડિસેમ્બર સુધી દરિયો ન ખેડવાની માછીમારોને સુચના અપાઈ છે.

હવામાન વિભાગે કહ્યું છે કે થાઈલેન્ડ અને તેની આસપાસના વિસ્તારમાં બુધવારે હવાનું દબાણ બનશે. આગામી 12 કલાકમાં અંદમાન સાગર સુધી આ વાવાઝોડું પહોંચી શકે છે. આ સાથે જ તે 2 ડિસેમ્બરે દક્ષિણ- પૂર્વ અને મધ્ય ખાડીમાં પહોંચશે. આ પછી તે 4 ડિસેમ્બરના રોજ સવારના સમયે ઉત્તરી આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયા કિનારા સાથે અથડાય કેવી પણ શક્યતા છે. અહીં અતિભારે વરસાદની શક્યતા સેવાઈ રહી છે.

હાલમાં ભર શિયાળે ચોમાસાની સીઝન ચાલી રહી છે. આ સાથે વાવાઝોડાની અસરને કારણે 1 ડિસેમ્બરથી ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. તો આવતીકાલે એટલે કે 2 ડિસેમ્બરે ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ થઈ શકે છે.

કમોસમી માવઠાને લઈને હવામાન વિભાગ દ્વારા 1 અને 2 ડિસેમ્બર માવઠાની આગાહી કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે વાતાવરણમાં પલટો આવશે અને તેનાથી 2 ડિસેમ્બર બાદ ગુજરાતમાં તાપમાન વધુ ગગડી જશે. હવામાન વિભાગે ખેડૂતોને પાક સાચવવા માટે ખાસ સૂચના આપી છે. જેમાં 1 અને 2 ડિસેમ્બર ખેડૂતોને પાક સુરક્ષિત જગ્યા પર મુકવા કહ્યું છે. 2 દિવસ સૌરાષ્ટ્ર કચ્છમાં વરસાદી વાતાવરણ રહેશે. તો સાઉથ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

Share This :

Related Articles

Leave a Comment