હેલ્થ / કોરોનાની વૅક્સિનના બે ડોઝ બાદ ‘રોગપ્રતિકારક શક્તિમાં ઘટાડો’? બૂસ્ટર ડોઝ કેટલો જરૂરી?

  • 17-Nov-2021 04:40 PM

યુનાઇટેડ કિંગડમની હેલ્થ સિક્યૉરિટી એજન્સી અને ડૉક્ટરોએ ચેતવણી જારી કરી છે અને કહ્યું છે કે કોરોનાની વૅક્સિનના બંને ડોઝ લીધા બાદ પણ ઘટતી રોગપ્રતિકારક શક્તિ લોકોનાં મૃત્યુ માટે કારણભૂત બની રહી છે. તેથી હવે પ્રશ્ન એ થાય છે કે આપણે કેટલા સુરક્ષિત છીએ?

બંને વૅક્સિન લીધા પછી પણ કેમ લાગી રહ્યો છે કોરોના વાઇરસનો ચેપ?

આ અંગેના પ્રાથમિક મુદ્દાઓ અંગે વાત કરીએ. આપણી રોગપ્રતિકારક શક્તિની મુખ્ય બે ભૂમિકાઓ હોય છે – આપણને ચેપ લાગવાથી બચાવવવા અને જો તેવું ન કરી શકે, તો ચેપ લાગ્યા પછી આપણા શરીરની સફાઈ કરવી.

પરંતુ આ માટે હું ઇચ્છું છું કે તમે તમારી કલ્પનાશક્તિનો વિસ્તાર કરીને રોગપ્રતિકારક શક્તિની કલ્પના મધ્ય યુગના કોઈ કિલ્લા તરીકે કરો.

અને વિચારો કે કિલ્લાની આસપાસ કોરોનાવાઇરસનાં ઘાતક દળો ગોઠવાયેલાં છે. જેઓ કિલ્લાની અંદર પ્રવેશ કરવા માટે આતુર છે.

તેની સામે તમારું પ્રથમ રક્ષાકવચ છે તીરંદાજો. આ તમારા શરીરની ન્યૂટ્રલાઇઝિંગ ઍન્ટિબૉડી છે. જો તેઓ કોરોનાની આ ઘાતક આર્મીને રોકી રાખી શકે તો તમને તેનો ચેપ નહીં લાગે.

પરંતુ જો આ રક્ષાકવચ તૂટી જાય અને ઍન્ટિબૉડી રૂપી તીરંદાજો પોતાની જગ્યા છોડી દે તો વાઇરસ અંદર પ્રવેશી જશે. અંદર પ્રવેશ્યા પછી વાઇરસે કિલ્લા પર હુમલો કરી દીધો છે અને હવે તમે ચેપગ્રસ્ત થઈ ગયા છો.

Share This :

Related Articles

Leave a Comment