ઇન્ડિયા / ગટરમાં વહેતા નવજાતને જોઇ બિલાડીઓએ મચાવ્યો શોર, લોકોની સજાગતાએ જીવ બચાવ્યો.

  • 18-Nov-2021 08:59 AM

દેશભરમાં નવજાત બાળકોને ત્યજી દેવાના કેસમાં થઇ રહેલા વધારા વચ્ચે મુંબઇના પંતનગરમાંથી ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સપનાની નગરી મુંબઇના પંતનગર પાસે વહેતી એક ગટરમાં નવજાત વહી રહ્યું હતું. જેને જોઇને સ્થાનિક લોકોએ મુંબઇ પોલીસને જાણ કરી હતી. પોલીસે ત્યાં પહોંચીને નવજાતનો જીવ બચાવ્યો હતો.

મુંબઇ પોલીસે કરેલી એક ટ્વિટ મુજબ, કપડામાં લપટાયેલા નવજાતને જોઇને રોડ પર ફરતી કેટલીક બિલાડીઓએ જોયું અને શોર મચાવા લાગી હતી. જેના લીધે આસપાસના લોકોનું ધ્યાન નવજાત તરફ વળ્યું હતું. એ પછી સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે નવજાતનો જીવ બચાવ્યો હતો.


ઘટનાની માહિતી મળતાં મુંબઇ પોલીસનું નિર્ભયા ટીમ, જે શહેરમાં ગુનાઓના હોટસ્પોટ પર નજર રાખે છે, ત્યાં પહોંચી હતી.

મુંબઇ પોલીસે બાલક સાથે પોલીસ અધિકારીઓનો એક ફોટો શેર કર્યો છે. ટ્વિટમાં લખ્યું છે કે, પંતનગર પોલીસ સ્ટેશનના નિર્ભયા ટીમ દ્વારા નવજાતને રાજાવાડી હોસ્પિટલ લઇ જવાયું હતું અને હવે નવજાત સ્વસ્થ છે. નવજાત સારવાર હેઠળ છે.

પોલીસના જણાવ્યા મુજબ, તેઓ નવજાતને ત્યજી ગયેલા મા-બાપની શોધ કરી રહ્યા છે.

Share This :

Related Articles

Leave a Comment