હેલ્થ / Health: શું અશ્વગંધા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે?

  • 21-Dec-2021 09:39 AM

અશ્વગંધા (Ashwagandha) શબ્દ સંસ્કૃતમાંથી લેવામાં આવ્યો છે. તેનો અર્થ અશ્વ અને ગંધ થાય છે. આ જડીબુટી સુગંધ સાથે શક્તિ આપે છે અને આપણા શારીરિક રોગોમાં રાહત આપવાની સાથે માનસિક સ્વાસ્થ્ય (mental health)ને પણ સુધારે છે. અશ્વગંધા ખૂબ જ જાણીતી ઔષધીય જડીબુટી છે. આયુર્વેદ (Ayurveda)માં તેને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે. ભારતમાં અશ્વગંધાનો ઉપયોગ 6000 વર્ષથી થતો આવ્યો છે. લોકો અશ્વગંધાનો ઉપયોગ વિવિધ તબીબી કારણોસર કરતા આવ્યા છે.

ધ્યાન કેન્દ્રિત કરવાની ક્ષમતા અને મેમરીમાં સુધારો કરે

અશ્વગંધા જ્ઞાન, યાદશક્તિની ક્ષમતામાં સુધારો કરવામાં મદદ કરી શકે છે. અધ્યયનોએ સૂચવે છે કે, પ્લેસિબોની તુલનામાં જ્ઞાનાત્મક અને મનોમોટર કાર્યો દરમિયાન અશ્વગંધા પ્રતિક્રિયા આપવાની ગતિમાં નોંધપાત્ર સુધારો કરે છે. નેશનલ લાઇબ્રેરી ઓફ મેડિસિનમાં પ્રકાશિત 2017ના સંશોધન અનુસાર, સંશોધનમાં ભાગ લેનારાઓને ધ્યાન કેન્દ્રિત કરવામાં અશ્વગંધાએ મદદ કરી હતી. તેમજ તેમની ત્વરિત અને એકંદર યાદશક્તિમાં વધારો કર્યો હતો.

હૃદયને તંદુરસ્ત રાખે

આ બાબતે કેટલાક અભ્યાસો થયા છે. જેમાંથી એક અભ્યાસ ઇન્ટરનેશનલ જર્નલ ઓફ આયુર્વેદમાં પ્રકાશિત થયો હતો. તેમાં જાણવા મળ્યું છે કે, અશ્વગંધા VO2નું સ્તર મહત્તમ કરી શકે છે. VO2 શારીરિક તાકાત લગાવતી વખતે ઓક્સિજનના સર્વોચ્ચ સ્તરે લઈ જઈ શકે છે. આ વેલ્યુનો ઉપયોગ કાર્ડિયોરેસ્પિરેટરી સહનશીલતાનું મૂલ્યાંકન કરવા અથવા શારીરિક પરિશ્રમ દરમિયાન હૃદય અને ફેફસાં સ્નાયુઓને ઓક્સિજન કેટલી સારી રીતે પૂરો પાડે છે તે જાણવા માટે થાય છે. એકંદરે VO2ની મહત્તમ વેલ્યુ પરથી હૃદયની તંદુરસ્તીની જાણ થાય છે.
બ્લડ શુગર અને ફેટ ઘટાડે

અશ્વગંધામાં ઇન્સ્યુલિન સ્ત્રાવને વેગ આપવાની અને ઇન્સ્યુલિન સેન્સિટિવિટી વધારવાની ક્ષમતા હોય છે. જેના કારણે લોહીમાં શુગરનું સ્તર ઘટે છે. જેનાથી ડાયાબિટીસના દર્દીઓને રાહત થાય છે. કેટલાક ક્લિનિકલ અભ્યાસોમાં અશ્વગંધા લોહીમાં ગ્લુકોઝ અને લિપિડનું સ્તર ઘટાડવામાં ફાયદાકારક હોવાના સંકેત મળ્યા છે. 2000ના સંશોધનમાં લોહીમાં શુગર ઘટાડવાના અશ્વગંધાના ગુણધર્મોની સરખામણી ટાઇપ 2 ડાયાબિટીસની દવાઓ સાથે પણ કરવામાં આવી હતી.

માનસિક તણાવ ઘટાડે

અશ્વગંધા તણાવ દૂર કરવામાં મદદરૂપ થઇ શકે છે. ઘણા અભ્યાસોમાં અશ્વગંધાની તણાવ અને ચિંતાના સ્તરને નોંધપાત્ર રીતે ઘટાડવાની ક્ષમતા સામે આવી છે. ફાયટોમેડિસિન જર્નલમાં પ્રકાશિત વૈજ્ઞાનિક અભ્યાસમાં અશ્વગંધાના એન્ટીડિપ્રેસન્ટ અસરની તપાસ કરવામાં આવી હતી. સંશોધનમાં ક્લિનિકલી હતાશ લોકો પરની અસરોની તપાસ કરવામાં આવી હતી અને તેના પરિણામો સારા હતા.

Share This :

Related Articles

Leave a Comment