હેલ્થ / શું તમને વધુ પડતી ઊંઘ આવે છે, સમયાંતરે ઝોકું ખાઈ લો છો? વાંચો ચોંકાવનારો ખુલાસો.

  • 21-Dec-2021 09:44 AM

 ધારે પડતું ઊંઘતા લોકોને આળસુ અને સુસ્ત માનવામાં આવે છે. જે લોકો રેગ્યુલર કરતા વધુ કલાક સુધી ઊંઘે છે તેમને પોતાના સ્વાસ્થ્ય અંગે ગંભીર થવાનું સૂચન કરવામાં આવે છે. ત્યારે અમુક લોકોને શા માટે વધુ ઊંઘ આવે છે તે અંગે મેસાચુસેટ્સ જનરલ હોસ્પિટલ (MGH) ના વૈજ્ઞાનિકો દ્વારા સ્ટડી કરવામાં આવી છે. આ સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, કેટલાક લોકો અન્ય લોકોની સરખામણીએ વધુ ઊંઘે છે ઉપરાંત, કેટલાક લોકોનો જન્મ જ ઊંઘવા માટે થયો હોય છે!

કઈ રીતે થયો અભ્યાસ?- સંશોધનકર્તાઓએ પરિણામ મેળવવા માટે 4,52,633 લોકોની જેનેટીક્સ જાણકારીનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે. સ્ટડીમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ દિવસમાં કેટલી વાર સુધી ઊંઘે છે. ડૉ.હસન દશતીએ જણાવ્યું કે, ‘નેપિંગ વિવાદાસ્પદ છે. જૈવિક માર્ગોને અલગ કરવાની કોશિશ કરવા માટે ઝોકું શા માટે આવે છે, તે જાણવું જરૂરી છે. સટીક પરિણામો સુધી પહોંચવા માટે અનેક પ્રતિભાગીઓને સ્લીપ ડેટા રેકોર્ડ કરવા માટે એક્ટિવેટ મોનિટર અથવા એક્સેલેરોમીટર આપવામાં આવ્યા હતા. ડેટા વિશ્લેષણ દરમિયાન વૈજ્ઞાનિકોને ત્રણ સંભવિત ઝોકાની જાણકારી મળી.’

પહેલા બે પરિણામ અલગ અલગ લોકો પર કેન્દ્રિત હતા. જેમાં લોકો આખી રાત ઊંઘની ઉણપના કારણે અથવા જલ્દી ઊઠી જવાને કારણે દિવસે ઝોકા ખાતા હતા. અન્ય પરિણામ પરથી જાણવા મળ્યું છે કે, કેટલાક લોકોને વગર કારણે વધુ ઊંઘની જરૂરિયાત હતી.

હાર્વર્ડ મેડિકલ સ્કૂલના કો-લેખક સ્નાતક ઈયાસ ડાઘલાસે કેટલીક જાણકારી આપી છે. તેમણે જણાવ્યું છે કે, નાર્કોલેપ્સી જેવી બિમારીને દુર્લભ ઊંઘની બિમારી ગણવામાં આવે છે. સ્ટડીના પરિણામ પરથી જાણવા મળ્યું છે કે, માર્ગમાં નાનકડી એવી ગરબડ થાય તેના પરથી જાણી શકાય છે કે, કેટલાક અન્ય લોકોની સરખામણીએ વધુ ઝોકા શા માટે ખાય છે? સ્ટડીના અંતિમ પરિણામ સામે આવ્યા નથી. સંશોધનકર્તાઓ અત્યારે પણ ઝોકા અને સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓ વચ્ચે શું સંબંધ છે તે જાણવાની કોશિશ કરી રહ્યા છે.

Share This :

Related Articles

Leave a Comment