હેલ્થ / ચહેરા પર દેખાઇ રહી છે કરચલીઓ? તો કરો આ Facial Exercise.

  • 21-Dec-2021 09:44 AM

દરેક માણસને તેના ચહેરાનું સ્મિત વધુ સુંદર બનાવે છે. પરંતુ ઉંમરની સાથે ચહેરા પર કરચલી અને રીંકલ્સ (Face Wrinkles) બનવા લાગે છે. હોઠોની આસપાસ થતા રિંકલ્સને સ્માઇલ લાઇન્સ રિંકલ્સ (Smile Lines Wrinkles) કહેવામાં આવે છે. જ્યારે તમે ચહેરા પર તેને જુઓ છો તો તમે પણ તેને દૂર કરવા માટે અવનવા નુસખાઓ (Remedies for Wrinkles) અજમાવો છો. વિશેષકોના જણાવ્યા અનુસાર, જો તમે ત્વચારને સરખી રીતે નરીશ કરો છો અને ત્વચાની ફ્લેક્સિબિલિટીને જાળવી રાખો તો તમે સ્માઇલ લાઇન્સથી બચી શકો છો. તેના માટે શરીરને હાઇડ્રેટ રાખવું અને યોગ્ય ડાયટ ખૂબ જરૂરી છે. આ સિવાય અમે તમને અહીં અમુક ફેસ એક્સરસાઇઝ (Face Execercise for Smile Lines Wrinkles) વિશે પણ જણાવવા જઇ રહ્યા છીએ, જે તમારી સ્માઇલ લાઇન્સને દૂર કરશે.

પહેલી એક્સરસાઇઝ

તમારા અંગૂઠાને બંને આંખોના ખૂણા પાસે રાખો અને આંગળીઓને તમારા માથા પર રાખો. આ કસરતથી લાફ લાઇન્સ કે સ્માઇલ લાઇન્સ દૂર થશે. તમારી આંખોને બંધ કરી લો અને એક્સરસાઇઝ કર્યા બાદ તમારા અંગૂઠાને આંખોના ખૂણાથી લઇને માથા સુધી લાવવાનો પ્રયાસ કરો. આ સ્થિતિમાં 5 સેકન્ડ સુધી રહો. એક દિવસમાં આ કસરતને 10 વખત જરૂર કરો. આ કસરત તમારી આંખોના ખૂણાને બહારની તરફ દેખાડવામાં મદદ કરે છે.

બીજી એક્સરસાઇઝ

તમારી આંગળીઓને સ્માઇલ લાઇન્સ પર થોડી મજબૂતીથી રાખો અને શક્ય તેટલી પહોળી સ્માઇલ કરવાનો પ્રયાસ કરો. તમારા હોઠ એકબીજાથી શક્ય તેટલા દૂર રહે તેનું ધ્યાન રાખો. આ સ્થિતિમાં 5 સેકન્ડ રહો. હવે રિલેક્સ કરો અને ફરીથી આ કસરત કરો. એક દિવસમાં આ કસરત 30 વખત કરો. આ એક્સરસાઇઝ તમારા ગાલોના મસલ્સને મજબૂત બનાવશે.

ત્રીજી એક્સરસાઇઝ

તમારા હાથની પહેલી (ઈન્ડેક્સ) આંગળી લો અને તમારા મોઢાના ખૂણાને સાઇડ તરફ લઇ જવાનો પ્રયાસ કરો. યાદ રાખો વધુ સ્ટ્રેચ પણ ન કરો. થોડી ક્ષણો માટે આ સ્થિતિમાં રહો અને ચહેરાની બીજી બાજુ પણ આમ કરો. દિવસમાં આ કસરત 25 વખત રીપીટ કરો. આ કસરતથી તમારા ચહેરની ત્વચા ઢીલી નહીં થાય.

ચહેરાની કરચલીઓ દૂર કરવા અજમાવો આ ઉપાયો

- દિવસ દરમિયાન ઓછામાં ઓછું 2 લીટર પાણી પીવો.

- ઓમેગા 3 અને ફેટી એસિડનું સેવન કરો.

- શક્ય બને તો તડકામાં જવાનું ટાળો.

- બહાર નીકળતા પહેલા સનસ્ક્રિનનો ઉપયોગ કરો.

Share This :

Related Articles

Leave a Comment