ધર્મ દર્શન / જાણો આજનું રાશિફળ,આજે 19 નવેમ્બર 2021એ કારતક પૂનમ અને ચંદ્રગ્રહણ વચ્ચે કેવો રહેશે આપનો દિવસ.

  • 19-Nov-2021 08:24 AM

આજે 19 નવેમ્બર, કારતક પૂનમના દિવસે ચંદ્ર સવારે મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં ભ્રમણ કરશે. આજે કારતક પૂનમ છે જેનું ઘણું ધાર્મિક મહત્વ છે. સાથે-સાથે આજે ચંદ્ર ગ્રહણ પણ છે. આજના દિવસે તમે પવિત્ર નદીઓમાં સ્નાન કરશો અને દાન-પુણ્ય કરશો તો શુભ પરિણામ મળશે. ચંદ્ર ગ્રહણને લીધે આજના દિવસે યોગ-ધ્યાન કરવું તમામ લોકો માટે સારું રહેશે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન ધરવાથી જીવનમાં સુખશાંતિ આવશે. કારતક પૂનમે થનારા ચંદ્રગ્રહણના પ્રભાવથી તમામ રાશિઓ પર કેવો પ્રભાવ પડશે, એ જાણીએ આજના રાશિફળથી...

મેષ

આજે ચંદ્ર તમારા દ્રિતીય ભાવમાં ભ્રમણ કરશે, જેનાથી નાણાંકીય વ્યવહારોમાં ફાયદો અને નુકસાન થવાની સંભાવના રહી છે. લેવડ-દેવડના વ્યવહારોમાં સાવચેતી રાખવી. મેષ રાશિના લોકો પરિવારના કોઇ સભ્ય સાથે મળીને નવો વેપાર શરું કરવાનો વિચાર કરી શકે છે. વાણીમાં આજે મીઠાશ રહેશે, જેનાથી સામાજિક સન્માનમાં વધારો થશે. આજે ભાગ્ય 75 ટકા સાથ આપશે. આજે હનુમાન ચાલીસાના પાઠ કરવા.

વૃષભ

આરોગ્યને લગતી ચિંતાઓ આજે દૂર થશે, જોકે ચંદ્રગ્રહણની અસર હેઠળ માનસિક તણાવ વધી શકે છે. આઇસક્રીમ કે ઠંડા પીણા જેવા ઠંડા ખોરાકથી દૂર રહેવું, નહીં તો ગળુ ખરાબ થવાનું જોખમ રહેલુ છે. 50 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા આ રાશિના જાતકોને ઘરના નાના સભ્યો દ્વારા આજે ગિફ્ટ મળી શકે છે. દૂરના સંબંધી સાથે મુલાકાત થવાની સંભાવના છે. આજે ભાગ્ય 80 ટકા સાથ આપશે. શનિ દેવના મંત્ર 'ॐ શં શનૈશ્વરાયનમઃ'નો જાપ કરવો.

મિથુન

આજે દિવસ દરમિયાન સામર્થ મુજબ કોઇ જરુરિયાતવાળાને દાન કરશો તો તમારા માટે ફાયદાકારક રહેશે. રાશિમાં ચંદ્રની સ્થિતિ આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ મન વાળશે. આ રાશિના લોકોએ દિવસ દરમિયાન બિનજરુરી ખર્ચાથી બચીને રહેવું જોઇએ. આજે ભાગ્ય 70 ટકા સાથ આપે. વિષ્ણુ ભગવાનની પૂજા કરવી.

કર્ક

આજે તમારી રાશિમાં ચંદ્રની સ્થિતિ લાભના યોગ બનાવે છે. જેથી ભૂતકાળમાં કરેલા રોકાણ આજે ફાયદો આપી શકે છે. દિવસ દરમિયાન તમારામાં રહેલો મેનેજમેન્ટ પાવર જોવા મળશે. જો તમે કોઇ ઉંચા પદે કાર્યરત છો તો ટીમના સભ્યોને મોટિવેશનલ સ્પીચ આપી શકો છો. આ રાશિના જાતકો માટે કોઇ મિત્ર તરફથી ધંધામાં ફાયદો થઇ શકે છે. આજે ભાગ્ય 90 ટકા સાથ આપશે. ચંદ્ર દેવનો બીજ મંત્ર ૐ શ્રાં શ્રીં શ્રૌં સઃ ચંદ્રમસે નમઃ ના જાપ કરવા.

સિંહ

આ રાશિના જાતકોને કારકિર્દીમાં આજે ઇચ્છનીય સફળતા પ્રાપ્ત થશે. આ રાશિના કેટલાક બેરોજગાર લોકોને નોકરી મળવાની સંભાવના છે. આજે દિવસ દરમિયાન કામ પ્રત્યે તમારી નિષ્ઠા કારકિર્દીમાં રહેલી સમસ્યાઓનો ઉકેલ લાવશે. રાશિમાં ચંદ્રની સ્થિતિ આજે ઓફિસમાં સારા અનુભવ કરાવશે. આજે ભાગ્ય 85 ટકા સાથ આપશે. માતા-પિતાના આશીર્વાદ લઇને ઘરની બહાર નીકળજો.

કન્યા

આ રાશિના કેટલાક જાતકો આજે દુનિયાથી દૂર એકાંતમાં સમય વિતાવવાનું પસંદ કરશે. દિવસ દરમિયાન કોઇ ધાર્મિક ગુરુ સાથે મુલાકાત થઇ શકે છે. આ સાથે ભાગ્ય પણ તમારો સાથ આપશે, લાંબા સમયથી અટકેલા કામ આજે દિવસ દરમિયાન પૂરા થઇ શકે છે. ચંદ્રગ્રહણ દરમિયાન થોડી સાવચેતી રાખવી. આજે ભાગ્ય 90 ટકા સાથ આપશે. ભગવાન શિવની આરાધના કરવી.

તુલા

આ રાશિના જાતકોએ આજે વાણી પણ સંયમ રાખવો જરુરી છે. ચંદ્રની સ્થિતિ બિનજરુરી ચિંતાઓ ઉભી કરાવી શકે છે. જેની અસર આજે સ્વભાવ પર પડી શકે છે. દિવસ દરમિયાન યોગ અને ધ્યાન કરશો તો મનની ચંચળતા ઓછી થશે અને જીવનમાં સંતુલન આવશે. આજે ભાગ્ય 65 ટકા સાથ આપશે. ગણેશજીની પૂજા કરવી.

વૃશ્ચિક

આજે દિવસ દરમિયાન દાંપત્ય જીવનમાં સારા ફેરફાર આવી શકે છે. જીવનસાથી સાથે મળીને વેપાર-ધંધો શરું કરશો તો લાભ થવાની સંભાવના છે. આજે દિવસ દરમિયાન જીવનસાથી સાથે મળીને ભવિષ્યની યોજના પણ બનાવી શકશો. જે લોકો લવમેટ સાથે લગ્નની પ્રબળ ઇચ્છા ધરાવે છે તેઓ આ વિશે પ્રસ્તાવ રજૂ કરી શકે છે. આજે ભાગ્ય 70 ટકા સાથ આપશે. મંગળના બીજ મંત્ર ૐ ક્રાં ક્રીં ક્રૌં સઃ ભૌમાય નમઃ નો જાપ કરવો.

ધન

આ રાશિના જાતકોએ દિવસ દરમિયાન કાર્યસ્થળ અને સામાજિક જીવનમાં સાવચેતી રાખવાની જરુર છે, કારણ કે તમારો પ્રતિસ્પર્ધી તમારા વિરુદ્ધ કાવતરું ઘડી શકે છે. આજે દિવસ દરમિયાન નકારાત્મક વિચારવાળા લોકોથી દૂર રહેજો. આરોગ્યને લઇને પણ આ રાશિના જાતકોએ સાવચેતી રાખવી જરુરી છે. આજે ભાગ્ય 65 ટકા સાથ આપશે. ગુરુના બીજ મંત્ર ૐ ગ્રાં ગ્રીં ગ્રૌં સઃ ગુરુવે નમઃ નો જાપ કરવો.

મકર

આજે દિવસ દરમિયાન શિક્ષણ ક્ષેત્રે શુભ પરિણામ મળી શકે છે. મનને એકાગ્ર રાખવા માટે આ રાશિના જાતકો એ વિષયોનો અભ્યાસ કરતાં જોવા મળશે જેમાં તેઓની સારી પકડ છે. પ્રેમમાં પડેલા આ રાશિના જાતકો લવમેટ સાથે વાતચીત દરમિયાન વિવાદ ઉભો કરે એવી વાતથી દૂર રહેજો. આજે ભાગ્ય 76 ટકા સાથ આપશે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો.

કુંભ

આજે દિવસ દરમિયાન માતાના સ્વાસ્થની ખાસ કાળજી લેજો. વાહન ચલાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવાની સલાહ છે. આ રાશિના જાતકો જેઓ સંપત્તિ ખરીદવાનું વિચારી રહ્યા છે, તેઓએ ઘરના સભ્યો સાથે વાતચીત કરી શકે છે જેમાં ઘરના સભ્યો તમારો સાથ આપી શકે છે. આજે ભાગ્ય 75 ટકા સાથ આપશે. દુર્ગા માતાના મંત્રોના જાપ કરવા.

મીન

ચંદ્રની સ્થિતિ આજે તમને સામાન્ય પરિણામ આપશે. આજના દિવસે કોઇપણ જોખમ ઉઠાવતી પહેલા વિચારી લેવું. નાણાં રોકતાં પહેલા કોઇ અનુભવી વ્યક્તિની સલાહ લેવી હિતાવહ રહેશે. નાના ભાઇ-બહેન સાથે સારી રીતે વ્યવહાર કરવો નહીં તો મતભેદો પેદા થઇ શકે છે. આજે ભાગ્ય 66 ટકા સાથ આપશે. આજે એકાક્ષરી મંત્ર ૐ ના જાપ કરવા.

Share This :

Related Articles

Leave a Comment