રાજકારણ / શિવસેનાનાં ઓવૈસી પર પ્રહાર, BJPના અંડરગાર્મેન્ટ ગણાવ્યા.

  • 28-Sep-2021 08:36 AM

ઉત્તર પ્રદેશમાં આગામી ચૂંટણીને લઈને રાજકારણમાં ગરમાવો આવી ચૂક્યો છે. અને અત્યારથી જ ઉત્તર પ્રદેશની ચૂંટણી માટે ભડકાઉ ભાષણોનો દોર શરૂ થઈ ગયો છે. તેવામાં ઉત્તર પ્રદેશમાં AIMIM નેતા અસદુદ્દીન ઓવૈસીનાં કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન ઝિંદાબાદનાં નારાં લાગતાં શિવસેના ભડકી ઉઠી છે. શિવસેનાએ પોતાના મુખપત્ર 'સામના'માં ઓવૈસી સામે આકરાં પ્રહાર કર્યાં છે. અને ઓવૈસીને ભાજપના અંડરગાર્મેન્ટ ગણાવ્યા હતા. આ ઉપરાંત દેશમાં ભાજપની સફળ યાત્રા પાછળ ઓવૈસીનો હાથ હોવાનો પણ આરોપ લગાવ્યો હતો.

ભાજપની સફળ યાત્રા પાછળ ઓવૈસીનો હાથ

ઉત્તર પ્રદેશમાં ચૂંટણીના પડઘમ શરૂ થતાં જ શિવસેનાના મુખપત્ર સામનામાં શિવસેનાએ ભાજપને પ્રશ્ન પુછ્યો કે, પાકિસ્તાનના નામનો ઉપયોગ કર્યાં વગર રૂલિંગ પાર્ટીનું રાજકારણ ચાલતું નથી. ભારતીય જનતા પાર્ટીની સફળ યાત્રા પાછળ પડદા અસદુદ્દીન ઓવૈસીનો હાથ છે. અને તેમની પાર્ટી ઉત્તમ કાર્ય કરી રહી છે. આ ઉપરાંત સામનામાં લખ્યું છે કે, ઉત્તર પ્રદેશમાં ઓવૈસીએ જાતિ અને ધર્મ વૈમનસ્ય ફેલાવવા માટેની તમામ તૈયારીઓ કરી લીધી છે.

ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક આવતાં જ 'પાકિસ્તાન ઝિંદાબાદ'નાં નારાં લાગ્યા

સામનામાં લખ્યું કે, બે દિવસ પહેલાં, લખનઉથી પ્રયાગરાજ જતી વખતે ઓવૈસીના સમર્થકો ભેગાં થયા હતા અને પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા હતા. ઘણા દિવસોથી ઉત્તર પ્રદેશમાં આ પ્રકારે નારા લગાવ્યા હોય તેવું નોંધાયું નથી. પણ જેવી જ ઉત્તર પ્રદેશની ચૂંટણી નજીક આવી છે, ઓવૈસી આવ્યા, તેઓએ ઉશ્કેરણીજનક ભાષણો આપ્યા અને તેમણે તેનાં સમર્થકોને ઉશ્કેર્યા અને બાદમાં પાકિસ્તાન ઝિંદાબાદનાં નારાં લાગ્યા.

ઓવૈસીએ બિહાર અને બંગાળમાં પણ કોમી વિભાજનનો પ્રયાસ કર્યો

આ ઉપરાંત શિવસેનાએ એવો પણ દાવો કર્યો કે, AIMIM ચીફ દ્વારા પશ્ચિમ બંગાળ અને બિહારની ચૂંટણીમાં પણ આ પ્રકારે કોમી વિભાજનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સામનામાં લખાયું કે, જો બિહારમાં ઓવૈસીએ કટ્ટરતા ફેલાવી ન હોત તો, બિહારની સત્તા યંગ વ્યક્તિ કે જેનું નામ તેજસ્વી યાદવ છે તેના હાથમાં હોત. પણ તેઓએ મતનું વિભાજન કર્યું અને કટ્ટરતાની મદદથી જીત ખરીદી હતી, પછી શું થઈ શકે.


આ ઉપરાંત સામનામાં લખવામાં આવ્યું કે, ઓવૈસી જેવાં નેતાઓ સમયની સાથે તબાહ થઈ ગયા છે. દેશનો મુસ્લિમ સમાજ હવે જાગૃત થઈ ચૂક્યો છે અને અને તેમને સમજાઈ ગયું છે. જ્યાં સુધી ઓવૈસી હિંમત દર્શાવે નહીં કે, દેશના રાજકારણમાં મુસ્લિમ વર્ગને નજરઅંદાજ કરી શકાતો નથી, અને મુસ્લિમના દેશના મુખ્યપ્રવાહમાં આવ્યા વગર, તેઓને પોતાના હક મળશે નહીં. અને ત્યાં સુધી ઓવૈસીની લીડરશીપ સુપારીબાઝ મા-બાપને મદદ કરનારની જેમ દેખાશે.

Share This :

Related Articles

Leave a Comment