રાજકારણ / આયુષ્માન ભારત યોજના એટલે શું? આ કાર્ડ મેળવવાની જાણો Online process.

  • 24-Dec-2021 10:36 AM

 

દેશના લોકોને આરોગ્ય સુવિધા (Health Benefits) અને સારવાર (Treatment) મળી રહે તે માટે સપ્ટેમ્બર, 2018માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ (Pm Narendra Modi) આયુષ્માન કાર્ડ (Ayushman Card) લોન્ચ કર્યુ હતું. આ યોજના (Ayushman Bharat Scheme) અંતર્ગત 10.74 કરોડથી વધુ ગરીબ પરીવારોને 5 લાખ રૂપિયા પ્રતિ પરીવાર વાર્ષિક હેલ્થ કવર (Health Cover) મળે છે. તમને અહીં સવાલ થશે કે આ યોજના અંતર્ગત કઇ-કઇ બીમારીઓને કવર કરવામાં આવી રહી છે? આયુષ્માન ભારત યોજના હેઠળ આવરી લેવામાં આવેલી કેટલીક બાબતો(Benefits of Ayushman Card) નીચે મુજબ છે:

*આ કાર્ડ હેઠળ તબીબી તપાસ, સારવાર અને કન્સલ્ટેશન

*પ્રી-હોસ્પિટલાઇઝેશનનો ખર્ચ અને 15 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ થયા પછીની ફોલો-અપ સારવાર

*ડાયગ્નોસ્ટિક પ્રક્રિયાઓ અને લેબ ટેસ્ટ ચાર્જ

*દવાનો ખર્ચ અને મેડિકલ ખર્ચને આવરી લેવામાં આવે છે.

*ગંભીર અને સામાન્ય સારવાર સેવાઓ

અન્ય બીમારીઓની સાથે આયુષ્માન ભારત હેલ્થ ઇન્શ્યોરન્સ સ્કીમમાં કોવિડ-19 પણ કવર થાય છે. NHAની વેબસાઇટ અનુસાર, સ્કીમમાં સામેલ કોઇ પણ ખાનગી હોસ્પિટલમાં કોરોના ટેસ્ટિંગ અને સારવાર પણ મફતમાં કરી શકાય છે.

આ યોજના દેશના નાગરિકોના લાભાર્થે હોવા છતા અમુક લોકો ખોટા એકાઉન્ટ બનાવીને અન્ય લોકોના લાભ મેળવવાનો પ્રયાસ કરે છે. જો તમારે પણ આવી જ સમસ્યાનો સામનો કરવો પડ્યો હોય, કોઈ અજાણ્યા વ્યક્તિએ તમારા નામે કાર્ડ બનાવ્યું હોય તો તમારે તરત જ આયુષ્માન કાર્ડ સંબંધિત ફરિયાદ નોંધાવવી જોઈએ.

તમે ટોલ ફ્રી નંબર 180018004444 પર કૉલ કરીને તમારી ફરિયાદ નોંધાવી શકો છો. ફરિયાદ નોંધાવવા માટે તમારી પાસે કોઈપણ પ્રમાણિત દસ્તાવેજ હોવો આવશ્યક છે.

કઇ રીતે ઓનલાઇન ડાઉનલોડ કરી શકો છો કાર્ડ?


  • https://pmjay.gov.in વેબસાઇટ પર જાઓ.

  • તમારું ઇમેલ અને પાસવર્ડ દાખલ કરી લોગીન કરો

  • હવે એક નવું પેજ ખુલશે. આધાર કાર્ડ નંબર દાખલ કરીને અને તમારા અંગૂઠાની છાપ ચકાસો.

  • Approved Beneficiary પર ક્લિક કરો.

  • હવે તમને માન્ય ગોલ્ડન કાર્ડની યાદી દેખાશે.

  • આ યાદીમાં તમારું નામ શોધો અને કન્ફર્મ પ્રિન્ટ વિકલ્પ પર ક્લિક કરો.

  • હવે તમે CSC વોલેટ જોશો, તેમાં તમારો પાસવર્ડ દાખલ કરો.

  • હવે પિન દાખલ કરો અને હોમ પેજ પર આવો.

  • ઉમેદવારના નામ પર ડાઉનલોડ કાર્ડનો વિકલ્પ દેખાશે.

Share This :

Related Articles

Leave a Comment