સ્પોર્ટ્સ / ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગે દાવો કર્યો છે કે, ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે તેને ઓફર આપવામાં આવી હતી.

  • 19-Nov-2021 08:50 AM

ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટી20 સીરિઝમાં ભારતીય ટીમના કેપ્ટન પદે રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડની જોડીએ સફળતા મેળવી હતી. રવિ શાસ્ત્રીનો કાર્યકાળ પૂરો થયા બાદ ટીમ ઈન્ડિયાના હેડ કોચ તરીકે રાહુલ દ્રવિડની નિયુક્તિ કરવામાં આવી હતી. જો કે, હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગે ખુલાસો કર્યો છે કે, તેને ટીમ ઈન્ડિયાના હેડ કોચ બનવા માટે ઓફર કરવામાં આવી હતી, પણ આ માટે તેણે ના પાડી દીધી હતી. આ સાથે રિકી પોન્ટિંગે જણાવ્યું કે, રાહુલ દ્રવિડે કોચ બનવાનો નિર્ણય કરતાં તે હેરાન થઈ ગયો હતો.

દ્રવિડે કોચ બનવા માટે હા પાડતાં પોન્ટિંગને થયું આશ્ચર્ય

ગ્રેડ ક્રિકેટર પોડકાસ્ટ પર વાત કરતાં રિકી પોન્ટિંગે જણાવ્યું કે, હું આશ્ચર્યચકિત છું કે દ્રવિડ ખુબ સારું કરી રહ્યો છે. ઘણા લોકો વાતો કરતાં હતા કે, દ્રવિડ અંડર-19ના રોલ અંગે ખુબ જ ખુશ હતો. હું તેના પરિવાર અંગે જાણતો નથી, પણ તેના પરિવારમાં નાના બાળકો છે. અને તેણે કોચ બનવાનો નિર્ણય કરતાં હું હેરાન છું. પણ મેં જે લોકો સાથે વાત કરી છે, તેઓ કહેતાં હતા કે, તેઓએ યોગ્ય વ્યક્તિની પસંદગી કરી છે. અને દ્રવિડને આ જોબ માટે મનાવી લેવા માટે પણ તેઓ ખુશ હતા.

હેડ કોચ માટે ઓફર કરાઈ હોવાનો પોન્ટિંગે કર્યો દાવો

આ ઉપરાંત રિકી પોન્ટિંગે ખુલાસો કર્યો હતો કે, ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે તેને ઓફર આપવામાં આવી હતી, પણ તેણે આ ઓફર માટે ના પાડી દીધી હતી. રિકી પોન્ટિંગે કહ્યું કે, આઈપીએલ દરમિયાન ટીમ ઈન્ડિયાના હેડ કોચ માટે અમુક વ્યક્તિઓ સાથે મારી વાતચીત થઈ હતી. મેં જે લોકો સાથે વાતચીત કરી હતી, તેઓ મને મનાવવા માટેના તમામ રસ્તાઓ શોધીઓ રહ્યા હતા. મેં તેઓને સૌપ્રથમ એ વાત કરી હતી કે, હું પૂરતો સમય આપી શકીશ નહીં. અને તેનો મતલબ એ હતો કે, હું આઈપીએલમાં કોચ રહી શકતો ન હતો.

પોન્ટિંગ દિલ્હી કેપિટલ્સનો કોચ છે

ભુતપૂર્વ ઓસ્ટ્રેલિયન કેપ્ટન હાલમાં ઈન્ડિન પ્રીમિયર લીગની ટીમ દિલ્હી કેપિટલ્સનો કોચ છે. અને આઈપીએલ 2021 સીઝન દરમિયાન તેની ટીમે પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું.

Share This :

Related Articles

Leave a Comment