રાજકારણ / PM મોદીએ વિજય માલ્યા જેવાં ભાગેડુઓને આપ્યો સ્પષ્ટ સંદેશ, 'પોતાના દેશ પરત આવી જાઓ'

  • 19-Nov-2021 09:05 AM

PM નરેન્દ્ર મોદીએ ગુરુવારે દેશ છોડીને ભાગી ગયેલાં આર્થિક અપરાધીઓને સખત સંદેશો આપ્યો છે. પીએમ મોદીએ જણાવ્યું કે, તેમને ભારત પરત લાવવા માટે સરકાર તમામ ચેનલોનો ઉપયોગ કરી રહી છે. ક્રેડિટ ફ્લો અને ઈકોનોમિક ગ્રોથ અંગે સિમ્પોઝિયમમાં સંબોધન કરતાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, અપરાધીઓને ન્યાય અપાવવા માટે સરકાર ડિપ્લોમસી અને કાયદા બંને પર આધાર રાખી રહી છે.

પીએમ મોદીએ જણાવ્યું કે, સંદેશ એકમદ સ્પષ્ટ છે- તમારા દેશમાં પરત આવી જાઓ. આ સાથે પીએમ મોદીએ કહ્યું કે, આર્થિક અપરાધીઓને પરત લાવવાના પ્રયાસ માટે અમે પોલિસી અને કાયદાની સાથે ડિપ્લોમેટિક ચેનલોનો ઉપયોગ કરી રહ્યા છે. આ સાથે પીએમ મોદીએ ઉમેર્યું હતું કે, સક્રિય પગલાં ભરીને સરકાર દ્વારા ડિફોલ્ટર્સ પાસેથી 5 લાખ કરોડ રૂપિયા રિકવર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, હાલમાં જ સેટ અપ કરાયેલ નેશનલ એસેટ રિકન્સ્ટ્રકશન કંપની (NARCL) 2 લાખ કરોડ રૂપિયા રિકવર કરવામાં મદદ કરશે.

સરકાર દ્વારા વિજય માલ્યા, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જેવાં હાઈ પ્રોફાઈલ આર્થિક અપરાધીઓ, કે જેઓ બેંક ફ્રોડ અને મની લોન્ડ્રિંગના કેસોમાં વોન્ટેડ જાહેર કરાયા છે, તેમને પરત લાવવા માટેના પ્રયાસો તેજ કર્યાં છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 2014થી જ્યારથી તેમની સરકાર સત્તામાં આવી છે, ત્યારથી બેંકોની આર્થિક સ્થિતિ ખુબ જ સારી બની છે, કેમ કે બેંકો દ્વારા સામનો કરવામાં આવતી સમસ્યાઓનો તેઓ ઉકેલ લાવી રહ્યા છે. ભારતને આત્મનિર્ભર બનાવવા અને દેશના અર્થતંત્રને નવી ઉર્જા ભરવા માટેનો મહત્વનો રોલ ભજવવા માટે ભારતીય બેંકો ખુબ જ મજબૂત છે.


આ સમય સંપત્તિ સર્જકો અને નોકરી સર્જકોને તમારું સમર્થન આપવાનો છે. આ સમયની જરૂર છે કે, બેંક પોતાની બેલેન્સ શીટની સાથે દેશની સંપત્તિની શીટ ઉપર પણ સક્રિયમ કામ કરે. આ ઉપરાંત બેન્કર્સ સાથે વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે, લોન એપ્લિકન્ટની લોન એપ્રુવર બનવાને બદલે હવે બિઝનેસ વધારવા માટે બેંકોએ પાર્ટનરશિપ મોડલ અપનાવવું જોઈએ. આ સાથે તેઓએ જણાવ્યું કે, ગ્રાહકો બેંકમાં આવે તેની રાહ ન જુઓ, પણ તમે ગ્રાહકો સુધી પહોંચો.

Share This :

Related Articles

Leave a Comment