હેલ્થ / શું ખરેખર રાત્રે 3થી 4 દરમ્યાન સૌથી વધુ મૃત્યુ થાય છે? જાણો મેડિકલ સાયન્સ આ અંગે શું કહે છે.

  • 26-Dec-2021 12:05 PM

સામાન્ય રીતે દુનિયાની કેટલીય સંસ્કૃતિઓ અને ધાર્મિક માન્યતાઓમાં રાતનો ત્રીજો પ્રહર બહુ ખતરનાક માનવામાં આવે છે. ત્રીજો પ્રહર એટલે કે રાતે 3થી સવારે 6 વાગ્યા વચ્ચેનો સમય.

તેમાં પણ સવારે 3થી 4 વચ્ચેનો સમય બહુ ખતરનાક માનવામાં આવે છે કેમકે આ દરમ્યાન શૈતાની શક્તિઓ સૌથી વધુ શક્તિશાળી હોય છે અને માણસનું શરીર સૌથી વધુ કમજોર. તેનાથી જોડાયેલા તમામ તથ્યો પરથી એ અભ્યાસ કરવામાં આવ્યો કે શું ખરેખર રાતે 3થી 4 વાગ્યાનો સમય માણસ માટે બહુ ખતરનાક હોય છે? અને મેડિકલ સાયન્સ આ અંગે શું કહે છે?

અભ્યાસ પરથી કેટલાંક એવા દાવા સામે આવ્યા છે કે અસ્થમાના હુમલાની સૌથી વધુ શક્યતા 3થી 4 વચ્ચે 300 ગણી વધુ હોય છે. તેનું કારણ એ દર્શાવવામાં આવ્યું છે કે આ સમયે એડ્રેનેલિન અને એન્ટી-ઇન્ફ્લેમેન્ટરી હોર્મોન્સનું ઉત્સર્જન શરીરમાં બહુ ઘટી જાય છે. જેથી શરીરમાં શ્વસનતંત્ર બહુ સંકોચાઈ જાય છે. આ સમયે બ્લડપ્રેશર પણ સૌથી ઓછુ હોય છે. આ પણ એક કારણ છે કે આ સમયે સૌથી વધુ લોકોનું મૃત્યુ થાય છે.

NYU લેંગોન મેડિકલ સેન્ટરની ડૉ રોશની રાજ કહે છે કે સવારે 6 વાગ્યે કોર્ટિસોલ હોર્મોનના ઝડપી સ્ત્રાવને કારણે લોહીના ગંઠાવાનું અને હુમલાનું જોખમ વધારે છે. પરંતુ સૌથી વધુ બ્લડ પ્રેશર રાત્રે 9 વાગ્યે જોવા મળે છે. તે પણ મૃત્યુનું કારણ બની શકે છે.

એક રિસર્ચ એમ પણ કહે છે કે 14 ટકા લોકોની તેમના જન્મદિવસના દિવસે મૃત્યુ પામવાની શક્યતા હોય છે. 13 ટકા લોકો કોઈ મોટું પેમેન્ટ મેળવ્યા પછી મરવાની સ્થિતિમાં છે.

પરંતુ 40 વર્ષથી પ્રેક્ટિસ કરી રહેલા ડો.ચંદર અસરાનીનું માનવું છે કે નબળાઈના કારણે મૃત્યુ થવાની વાત સાવ ખોટી છે. તેઓ લખે છે કે સવારે 6થી બપોરના 12 વાગ્યાની વચ્ચે હાર્ટટેકની શક્યતા ખૂબ વધી જાય છે. આવું રાત્રે ઊંઘ દરમિયાન પણ થાય છે, પરંતુ તેનું કારણ સ્લીપ એપ્નીયા છે. એટલે કે એક એવી બીમારી છે જેમાં સૂતી વખતે લોકોના શ્વાસ બંધ થઈ જાય છે.

તેમનું પણ એવું માનવું છે કે આવા સંશોધન માત્ર માર્કેટિંગ વ્યૂહરચનાનો એક ભાગ હોય છે. અને સત્યની માત્ર એક બાજુ આગળ રાખે છે. આના પર વિશ્વાસ ન કરવો જોઈએ. કંપનીઓ આના નામે પોતાના પ્રોડક્ટ વેચે છે.

Share This :

Related Articles

Leave a Comment