બિઝનેસ / ભારત પાસે હશે પોતાની ક્રિપ્ટોકરન્સી! આગામી વર્ષે RBI લાવી શકે છે ડિજિટલ કરન્સી.

  • 19-Nov-2021 09:07 AM

 દુનિયાભરમાં ક્રિપ્ટોકરન્સીના વધી રહેલા ચલણ વચ્ચે ભારતમાં પણ ડિજિટલ કરન્સી માટે ભારતીય રિઝર્વ બેન્ક (RBI) મહત્વની યોજના પર કામ કરી છે. જે હેઠળ રિઝર્વ બેન્ક આગામી વર્ષે પોતાની ડિજિટલ કરન્સીને લોન્ચ કરી શકે છે. આ માટે સતત પ્રયત્નશીલ આરબીઆઇ પ્લાન પણ બનાવી ચૂકી છે. એક સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ, ભારતીય સ્ટેટ બેન્ક (SBI)ના 'બેન્કિંગ એન્ડ ઇકોનોમિક કોન્ક્લેવ'માં આરબીઆઇના એક વરિષ્ઠ અધિકારીએ ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની સંપૂર્ણ સંભાવના વ્યક્ત કરી છે.

કેન્દ્રિય બેન્કમાં પેમેન્ટ અને સેટલમેન્ટ ડિપાર્ટમેન્ટમાં ચીફ જનરલ મેનેજર પી. વાસુદેવને આપેલી માહિતીના આધારે કહેવામાં આવી રહ્યું છે કે, આગામી વર્ષના પહેલા ત્રિમાસિકમાં પાયલોટ પ્રોજેક્ટના આધારે ડિજિટલ કરન્સીને લોન્ચ કરવામાં આવી શકે છે. જે ડિજિટલ કે વર્ચુઅલ કરન્સી હશે. જોકે આ કરન્સી ભારતના મૂળ ચલણનું જ ડિજિટલ રુપ હશે, એટલે કે ડિજિટલ રુપિયા હશે.

આ પહેલા RBI ગવર્નર શક્તિકાંત દાસે આગામી વર્ષે ડિસેમ્બર સુધી CBDCsના સોફ્ટ લોન્ચની સંભાવના વ્યક્ત કરી હતી. આ માટે તેમણે કોઇ ચોક્કસ સમયની માહિતી આપી નથી.

RBIના પેમેન્ટ અને સેટલમેન્ટ ડિપાર્ટમેન્ટના ચીફ જનરલ મેનેજર પી. વાસુદેવનનું કહેવુ છે કે, ભારતમાં ડિજિટલ કરન્સી લોન્ચ કરવાની કોઇ જલ્દી નથી, કારણ કે CBDCs લોન્ચ કરવી સરળ બાબત નથી અને એ આટલુ જલ્દી લોકોના જીવનનો હિસ્સો પણ નહીં બની શકે. તેમના મુજબ CBDCs લોન્ચ કરવા માટે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે.

Share This :

Related Articles

Leave a Comment