બિઝનેસ / LPG સિલિન્ડર પર ફરી મળી શકે છે સબસિડી, સરકાર કરી રહી છે આ જરૂરી કામ.

  • 28-Sep-2021 08:38 AM

 

મોદી સરકારે મે 2020માં એલપીજી સિલિન્ડર પર મળતી સબસિડી બંધ કરી દીધી હતી, પરંતુ હવે તેને ફરીથી શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલય સબસિડી માટે એક સમય મર્યાદા નક્કી કરવા પર વિચાર કરી રહી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડએ મંત્રાલયના એક સીનિયર અધિકારીને ટાંકીને જણાવ્યું કે, તેના માટે એક સર્વે કરવામાં આવી રહ્યો છે.

અધિકારી મુજબ, તેના માટે ઘણા પ્રકારના વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે. તેમાંથી એક વિકલ્પ એ છે કે, માત્ર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને જ સબસિડી આપવામાં આવશે. સિલિન્ડર મોંઘો થવાના કારણે મોટી સંખ્યામાં આ યોજના લાભાર્થી રીફિલ નથી કરાવી રહ્યા. સરકારે મે 2020માં એલપીજી પર સબસિડી બંધ કરી દીધી હતી.

જોકે, કેટલાક રાજ્યોમાં ફ્રેટ કોસ્ટ્સના રૂપમાં સબસિડી આપવામાં આવી રહી છે. દરેક રાજ્યમાં સબસિડીની રકમ અલગ-અલગ છે, પરંતુ એ 30 રૂપિયાથી ઓછી છે. એક અધિકારીએ કહ્યું કે, એક સર્વે કરવામાં આવી રહ્યો છે. તેનાથી એ જાણવાનો પ્રયાસ થઈ રહ્યો છે કે, કયા રેટ પર કન્ઝુમર્સ સરળતાથી એલપીજી સિલિન્ડર ખરીદી શકે છે. સરકાર તેની કિંમતને કાબુમાં રાખવા ઈચ્છે છે.

અધિકારીએ કહ્યું કે, સરકાર કિંમતો પર સતત નજર રાખી રહી છે અને જાણવા મળ્યા મુજબ તેના વપરાશમાં ઘટાડો આવી રહ્યો છે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થી આર્થિક રીતે સક્ષમ નથી, એટલે માત્ર તેમને જ સબિસિડી આપવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે. આ સર્વેના પરિણામો બાદ જ તેના અંગે નિર્ણય લેવાશે. માનવામાં આવી રહ્યું છે કે, માર્ચ 2022 સુધી દેશમાં એલપીજી ગ્રાહકોની સંખ્યા 30 કરોડથી વધુ હશે. તેમાંથી લગભગ 20.7 કરોડ ગ્રાહકો રેગ્યુલર કન્ઝુમર છે. એટલે કે, પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં સામેલ નથી. હાલમાં બધા ગ્રાહકોને સિલિન્ડર ભરાવવા પર કોઈ સબસિડી નથી મળી રહી.

ઉજ્જવલા યોજના
સરકારની ઉજ્જવલા યોજના સ્કીમમાં ગ્રાહકોને 14.2 કિલોનો સિલિન્ડર અને સ્ટવ આપવામાં આવે છે. તેની પડતર કિંમત 3200 રૂપિયા હોય છે અને તેના પર સરકાર તરફથી 1600 રૂપિયા સબિસિડી આપવામાં આવે છે, જ્યારે 1600 રૂપિયા ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એડવાન્સના રૂપમાં આપે છે. જોકે, આ કંપનીઓ રીફિલ કરાવવા પર સબસિડીની રકમ ઈએમઆઈના રૂપમાં વસૂલે છે. પરંતુ હવે તેમાં પણ ફેરફાર કરવામાં આવી શકે છ. હવે આ કંપનીઓ 1600 રૂપિયાનું એડવાન્સ પેમેન્ટ વસૂલશે. સ્કીમમાં બાકી 1600 રૂપિયાની સબસિડી સરકાર આપતી રહેશે.

Share This :

Related Articles

Leave a Comment