બોલીવુડ / વિકી કૌશલ અને કેટરીના કૈફ વચ્ચે થઈ ઉગ્ર બોલાચાલી, રોકા સેરેમનીના સમાચાર બન્યુ કારણ?

  • 20-Nov-2021 08:37 AM

 

વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના સમાચાર છેલ્લાં કેટલાંક સમયથી ચાલી રહ્યા છે. તાજેતરમાં જ એવા સમાચાર સામે આવ્યા છે કે વિકી કૌશલ અને કેટરીના કૈફે દિવાળીના દિવસે ડિરેક્ટર કબીર ખાનના ઘરે રોકો કરી લીધુ હતું. જો કે, મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આ ખબરો વચ્ચે કપલ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.

એક વેબસાઈટના રિપોર્ટ મુજબ, વિકી કૌશલ અને કેટરીના કૈપ વચ્ચે ઉગ્ર બોલચાલી થઈ છે. કપલની રોકા સેરેમનીના સમાચાર ખોટા નીકળ્યા છે. એ પછી એવું કહેવાય છે કે, અફવાઓના કારણે વિકી કૌશલ અને કેટરીના કૈફ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ છે.

વિકી કૌશલ અને કેટરીના કૈફના એક નજીકના સૂત્રએ એક વેબસાઈટને જણાવ્યું કે, વિકી કૌશલ પોતાની રોકા સેરેમનીની અફવાઓથી ખૂબ જ ચિંતિત હતો. આ કપલ આ વાતથી અસમંજસમાં હતો કે મીડિયામાં કેવી સ્ટોરી બની. વિકી કૌશલ અને કેટરીના કૈફ વચ્ચે આ વાતને લઈને ઉગ્ર બોલાચાલી થઈ કે આ સમાચાર ફેલાવવા માટે કોની ટીમ જવબાદર છે. કારણ કે બંનેની ઈચ્છા હતી કે ફિલ્મો પ્રાથમિકતામાં હોય ન કે તેઓની લાઈફ.

મહત્વનું છે કે, એક ઈન્ટરવ્યૂ દરમિયાન એક્ટર હર્ષવર્ધન કપૂરે વિકી કૌશલ અને કેટરીના કૈફના રિલેશનશીપને કન્ફર્મ કર્યું હતું. જો કે, હર્ષવર્ધન કપૂરના કોમેન્ટથી કેટરીના કૈફ નારાજ થઈ ગઈ હતી કે આખરે હર્ષવર્ધન કપુર કેમ તેમની લવ લાઈફ વિશે વાત કરી રહ્યો છે.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો, વિકી કૌશલ ટૂંક સમયમાં સેમ માનેકશોની બોયપીકમાં નજરે પડશે. આ ફિલ્મ મેઘના ગુલઝાર બનાવી રહ્યા છે. તો કેટરીના કૈફ ફોન ભૂત, જી લે જરા અને ટાઈગર-3માં કામ કરતી નજરે પડશે. વિકી કૌશલ છેલ્લે ફિલ્મ સરદાર ઉધમમાં તો કેટરીના કૈફ છેલ્લે ફિલ્મ સૂર્યવંશીમાં નજરે પડી હતી. તો એવા પણ રિપોર્ટ સામે આવ્યા હતા કે, કેટરીના કૈફની ગણતરી બોલીવૂડની એ લિસ્ટ એક્ટ્રેસીસમાં થાય છે. એક ન્યૂઝ સાઈટના રિપોર્ટનું માનીએ તો, કેટરીના કૈફ પોતાની એક ફિલ્મ માટે 11 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. ફિલ્મો સિવાય કેટરીના કૈફ બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ્સમાંથી પણ સારી એવી કમાણી કરી લે છે.

Share This :

Related Articles

Leave a Comment