રાજકારણ / નસીરુદ્દીન શાહે કહ્યું- અમે 20 કરોડ મુસલમાન લડીશું, ભારત અમારી માતૃભૂમિ.

  • 30-Dec-2021 09:09 AM

બોલીવુડના જાણીતાં અભિનેતા નસીરુદ્દીન શાહે હાલમાં જ યોજાયેલ ધર્મ સંસદમાં મુસ્લિમ પ્રત્યે કરવામાં આવેલ હેટ સ્પીચને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. નસીરુદ્દીન શાહે કહ્યું હતું કે, આ લોકો ભારતને ગૃહયુદ્ધની તરફ લઈ જશે. સાથે જ મુસ્લિમોની હત્યા કરવાના નિવેદન અંગે તેઓએ કહ્યું હતું કે, અમે 20 કરોડ મુસલમાન લડીશુ, અમે આ જ ભારતના છીએ.

એક ન્યૂઝ પોર્ટલને ઈન્ટરવ્યૂ આપતાં નસીરુદ્દીન શાહે ધર્મ સંસદમાં મુસ્લિમોની હત્યા કરવાની વાત પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે, મને વિશ્વાસ નથી થતો કે આ લોકો સું વાત કરી રહ્યા છે. શું આ લોકો દેશમાં ગૃહયુદ્ધ ફેલાવવા માગે છે. 20 કરોડ મુસલમાન છે, તમે તેઓનો રાતોરાત સફાયો કરી સફાયો કરી શકતા નથી. અમે 20 કરોડ આ જ ભારતના છીએ, અહીં જ જન્મ્યા છીએ, અમારા પરિવારોની પેઢીઓ અહીં જન્મી છે અને ખતમ થઈ છે. અમારા 20 કરોડની માતૃભૂમિ ભારત છે. હું ખુલીને કહ્યું છે કે જો આવું કાંઈક થાય છે તો તે ફક્ત ગુસ્સો ઉત્પન્ન કરનાર હશે અને અમે તેની સામે લડીશું.

આ ઉપરાંત નસીરુદ્દીન શાહે કહ્યું કે, હાલની સરકાર મુસ્લિમોને બીજા વર્ગના નાગરિક બનાવવાનો પ્રયાસ કરી રહી છે. મુસ્લિમોના મનમાં એક ડર બેસાડવાનો પ્રયાસ કરવામાં આી રહ્યો છે, તેઓ આશા છોડી દે. હું કહેવા માગું છું કે જો દમનની સ્થિતિ આવી તો તે અમને બિલકુલ ડરાવતી નથી. અમે જવાબ આપીશું કેમ કે અમે અમારું ઘર બચાવી રહ્યા છીએ, અમે અમારી માતૃભૂમિ બચાવી રહ્યા છીએ, અમે અમારો પરિવાર બચાવી રહ્યા છીએ, બાળકો બચાવી રહ્યા છીએ. હું અમારા ધાર્મિક વિશ્વાસો પર વાત નહીં કરું કેમ કે તેઓને સરળતાથી નિશાન બનાવવામાં આવે છે.


નસીરુદ્દીન શાહે સરકાર પર નારાજગી વ્યક્ત કરતાં કહ્યું કે, અહીં જે પણ કામ થઈ રહ્યું છે, તે મુસ્લિમોને હાંશિયા પર લઈ જવાનું છે. સત્તાધારી પાર્ટીની પોલિસી ભાગલા પાડો અને રાજ કરોની બની ગઈ છે. હું જોવા માગું છું કે જે લોકો આટલી નફરતની વાતો ફેલાવી રહ્યા છે તેઓનું શું થશે? સાચી વાત તો એ છે કે, એ વ્યક્તિના દીકરાનું પણ કાંઈ થયું નથી કે જેણે ખેડૂતોને કચડી માર્યાં હતા.

Share This :

Related Articles

Leave a Comment