હેલ્થ / ગુજરાતમાં નવા 36 કેસ, 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10091 પર પહોંચ્યો.

  • 20-Nov-2021 08:46 AM

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 36 કેસ નોંધાયા છે અને સામે 16 દર્દી સાજા થયા છે. જ્યારે 1 દર્દીનું મોત નીપજ્યું છે. રાજ્યમાં આજે સાંજે 4 વાગ્યા સુધીમાં કુલ 3,42,151 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 98.74 ટકા નોંધાયો છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કુલ 816726 દર્દીઓ સાજા થયા છે જ્યારે વધુ 1 દર્દીનું મોત થતાં કુલ મૃત્યુઆંક 10091 પર પહોંચ્યો છે. રાજ્યમાં એક્ટિવ કેસો 331 છે જેમાં 5 દર્દી વેન્ટિલેટર પર જ્યારે 326 દર્દી સ્ટેબલ છે.

q8

 

 


છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 10, વડોદરામાં 8, નવસારીમાં 4, સુરતમાં 3, આણંદ-જામનગર-મહેસાણામાં 2, ગાંધીનગર-કચ્છ-સાબરકાંઠા-સુરત (જિલ્લા)-વલસાડમાં 1 કેસ નોંધાયો છે. જ્યારે વલસાડમાં 1 દર્દીનું કોરોના વાયરસના કારણે મોત નીપજ્યું છે.

q7

 


ટીવી રિપોર્ટ અનુસાર કોર્પોરેશનના જે કર્મચારીઓ, અધિકારીઓએ વેક્સિન નહીં લીધી હોય તેમને પગાર ચૂકવવામાં નહીં આવે. વેક્સિન બીજો ડોઝ ન લીધો હોય તો તેમને નવેમ્બર માસનો પગાર નહીં મળે તેવો સ્પષ્ટ પરિપત્રમાં ઉલ્લેખ કરાયો છે. જેના માટે તમામ કર્મચારીઓના પગાર બાબતે તમામ બિલ ક્લાર્ક અને કર્મચારીઓએ વેક્સિનના બંને ડોઝ લીધા હોવાની ખાતરી કરવાની રહેશે. કોર્પોરેશને કર્મચારીઓ માટે ફરજિયાત કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા આ‌વશ્યક હોવાનું જણાવવામાં આવ્યું છે.

ઉપરાંત શહેરના તમામ ઝોનમાં એવી પણ સૂચના આપવામાં આવી છે કે, વેક્સીન મહાઅભિયાન હેઠળ અધિકારી- કર્મચારીઓએ રસીના બંને ડોઝ લેવાનું ફરજિયાત છે. એટલું જ નહી પણ અધિકારી-કર્મચારીએ રસી લીધાના બંને ડોઝનું સર્ટિફિકેટ સંબંધિત વિભાગના HOD સમક્ષ રજૂ કરવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદ મ્યુનિ. દ્વારા અગાઉ મ્યુનિ. કચેરીઓ, જાહેર પરિવહન એએમટીએસ - બીઆરટીએસ, ગાર્ડન સહિતની જગ્યાઓ પર વેક્સિનનો બીજો ડોઝ ન લીધો હોય તેવા તમામને પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

Share This :

Related Articles

Leave a Comment