બિઝનેસ / Nykaaના શેર્સના મામલે BharatPeના કો-ફાઉન્ડર અને કોટક મહિન્દ્રા બેંક વચ્ચે વિવાદ.

  • 10-Jan-2022 10:07 AM

 બ્યુટી પ્રોડક્ટ્સ માટેના ઈ-કોમર્સ પ્લેટફોર્મ નાયકાના શેર્સને લઈન ભારતપેના કો-ફાઉન્ડર અને એમડી અશનીર ગ્રોવર અને કોટક મહિન્દ્રા બેંક સામ-સામે આવી ગયા છે. બન્યું એવું કે, અશનીર ગ્રોવર અને તેમના પત્ની માધુરી ગ્રોવરે નાયકાના આઈપીઓ માટે ફાઈનાન્સ ઉપલબ્ધ કરાવવામાં કોટક મહિન્દ્ર બેંકને નિષ્ફળ રહ્યાનું જણાવી બેંકને એક નોટિસ મોકલી હતી. આ નોટિસ 31 ઓક્ટોબર, 2021ને મોકલવામાં આવી હતી.

હવે, કોટક મહિન્દ્ર બેંકે કહ્યું છે કે, તે આ મામલે ગ્રોવરની સામે યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરશે. આ વાત બેંકે ઈકોનોમિક ટાઈમ્સને એક ક્વેરીના જવાબમાં જણાવી છે. બેંકે એક સ્ટેટમેન્ટમાં કહ્યું કે, "અમને નોટિસ મળી હતી અને એ સમયે તેનો યોગ્ય જવાબ આપી દેવાયો હતો, જેમાં અશનીર ગ્રોવર દ્વારા ઉપયોગ કરાયેલી અયોગ્ય ભાષા પર અમારા વાંધા પણ સામેલ છે. યોગ્ય કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે." નિવેદનમાં વધુમાં કહેવાયું છે કે, "અમે એ વાતની પુષ્ટિ કરવા ઈચ્છીએ છીએ કે, કોટક જૂથ દ્વારા કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન કરાયું નથી."

ગ્રોવરની કાયદાકીય ટીમે ઓક્ટોબરમાં કોટક મહિન્દ્રા બેંકને લખ્યું હતું, "અમારા ક્વાયન્ટ્સને વારંવાર આશ્વાસન આપ્યા પછી કે એફએસએન (નાયકાની મૂળ ફર્મ)ના શેર્સ તેમને ફાળવવામાં આવશે, કોટકે 28 ઓક્ટોબર, 2021એ અમારા ક્લાયન્ટ્સને સૂચિત કરાયા કે, તે નાયકા આઈપીઓ માટે ફાઈનાન્સિંગ આપવામાં સક્ષમ નહીં હોય. તે અમારા ક્લાયન્ટ્સ માટે શોક અને સરપ્રાઈઝ બંને હતું."

નોટિસમાં કહેવાયું છે કે, "કોટકે પોતાના આશ્વાસનોનું પાલન કરવાનો ઈનકાર એ બહાને કર્યો હતો કે, તેણે 'અનિયમિત એફઆઈઆઈ મૂવમેન્ટ્સ' અને 'ઘણા વધારે લેન્ડિંગ રેટ્સ'ને કારણે નાયકા આઈપીઓને ફાઈનાન્સ નહીં કરવાનો નિર્ણય કર્યો છે." ગ્રોવરના વકીલ મુજબ, 'અગિયારમાં કલાક'માં ગ્રોવરને કોટક તરફથી આઈપીઓના ફાઈનાન્સિંગને ઈનકાર કરવાથી ગ્રોવરના હાથમાંથી વેપાર/રોકાણની એક તક નીકળી ગઈ, જે અંગે તેમણે આઈપીઓ લોન્ચ થયાના એક મહિના પહેલા કોટકને જાણ કરી હતી. તે ઉપરાંત નોટિસમાં એમ પણ કહેવાયું છે કે, કોટક મહિન્દ્રા બેંકનું એ નિવેદન કે તેણે નાયકા આઈપીઓ માટે કોઈપણ વ્યક્તિને આઈપીઓ ફાઈનાન્સિંગ નથી આપ્યું, સ્પષ્ટ રીતે ખોટું છે, કેમકે તેણે ભારતપેના સીઈઓ સુહેલ સમીરને સેવા પ્રદાન કરી છે.


'શેર એલોટ થાય થવા પછી વળતર આપવામાં આવે'
ગ્રોવરે વર્ષ 2018માં ભારતપેની સ્થાપના કરી હતી. ગત વર્ષે ઓગસ્ટમાં તેઓ ભારતપેના મેનેજિંગ ડિરેક્ટર બની ગયા. નવા નિયુક્ત કરાયેલા સુહેલ સમીરને કંપનીના સીઈઓ બનાવાયા. નોટિસમાં કહેવાયું છે કે, કોટક મહિન્દ્રા બેંકે નાયકાનો ઈશ્યૂ બંધ થયા પહેલા આઈપીઓ ફાળવણીની વ્યવસ્થા કરવી જોઈએ કે પછી તે ભારતપેના સંસ્થાપક અને તેમના પત્નીને 500 કરોડ રૂપિયાના રોકાણ પર થનારા લાભના નુકસાન માટે ક્ષતિપૂર્તિ કરવા માટે જવાબદાર હશે.

કઈ રીતે સામે આવ્યો ગ્રોવર-કોટક મામલો
ગત સપ્તાહે એક ઓડિયો ક્લિપ સામે આવ્યા પછી સમગ્ર ઘટના સામે આવી હતી, જેમાં ગ્રોવર કોટક મહિન્દ્રા બેંકના એક કર્મચારીને નાયકાના આઈપીઓ માટે માર્જિન ફંડિંગમાં ચૂક માટે અપશબ્દ અને મારી નાખવાની ધમકી આપતા સંભળાતા હતા તે પછી તરત, ગ્રોવરે આ વાયરલ ઓડિયો ક્લિપને લઈને ટ્વિટર પર સ્પષ્ટતા કરતા તેને નકલી જણાવી હતી. બેંક અત્યાર સુધી આ મામલે ટિપ્પણી કરવાથી દૂર રહી હતી માર્જિન ફંડિંગ, જેને આઈપીઓ ફાઈનાન્સિંગના રૂપમાં પણ ઓળખાય છે. જે કેટલાક લેન્ડર્સ અને દલાલો દ્વારા હાઈ નેટવર્થવાળા વ્યક્તિઓને આપવામાં આવતી એક શોર્ટ ટર્મ લોન છે. ઓડિયો ક્લિપની પ્રામાણિકતાની ઈટી દ્વારા સ્વતંત્ર રીતે ખરાઈ કરવામાં આવી નથી.

Share This :

Related Articles

Leave a Comment