ઓમિક્રોનનો ફેલાવો અને કોવિડના વધતા કેસ મ્યુચ્યુઅલ ફંડના રોકાણકારો માટે કેવા સંકેત આપે છે. વોલેટિલિટીની અસર તમારા ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો પર પણ પડવાની છે. આ વખતે સેન્ટ્રલ બેન્ક પાસે એવો કોઈ ઉપાય નથી જેનાથી તે અર્થતંત્રને સપોર્ટ કરી શકે અથવા તો રેટ કાપ જેવું સ્ટીમ્યુલસ આપી શકે. સરકાર પણ અત્યારે સ્ટીમ્યુલસ આપીને પોતાની તિજોરી પર કોઈ દબાણ પેદા કરવા માંગતી નથી. રાજ્ય સરકારો હાલમાં કોઈ જોખમ લેવા માંગતી નથી તેથી કોવિડને લગતા નિયંત્રણો લાગુ કરશે. માર્ચ 2020ની સ્થિતિ સાથે હાલની પરિસ્થિતિની સરખામણી કરો તો જણાશે કે આઇટી અને ફાર્મા જેવા ડિફેન્સિવ સેક્ટર સારો દેખાવ કરશે. તેમાં થિમેટિક ફંડ્સનું પ્રતિબિંબ જોવા મળશે. લાર્જ કેપ ક્વોલિટી શેરો તરફ ઝુકાવ ધરાવતા ફંડ્સ પ્રમાણમાં વધારે સુરક્ષિત રહેશે. 1) સિસ્ટમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન (SIP) - SIPમાં તમને રૂપી કોસ્ટ એવરેજિંગનો ફાયદો મળશે. તેથી બજાર જ્યારે ઘટ્યું હશે ત્યારે તમે વધુ યુનિટની ખરીદી કરશો જ્યારે બજાર વધ્યું હશે ત્યારે ઓછા યુનિટ ખરીદશો. તેથી વોલેટાઈમ સમયમાં તમને એવરેજ હોલ્ડિંગ ખર્ચ ઘટાડવામાં ઉપયોગી બને છે. આવી અનિશ્ચિત પરિસ્થિતિમાં રોકાણ કરવા માટે આ ઉત્તમ સાધન છે. બજારની ટોપ, બોટમ કે દિશા નક્કી ન હોય ત્યારે એસઆઈપીથી જ રોકાણ કરવું જોઈએ. 2) સિસ્ટમેટિક ટ્રાન્સફર પ્લાનઃ જે રોકાણકારો પાસે રોકાણ માટે લમ્પસમ રોકડ હોય તેઓ લિક્વિડ ફંડમાં લમ્પસમ રોકાણ કરીને એક સિન્થેટિક SIP રચી શકે છે. તેના માટે તેઓ ઇક્વિટી ફંડમાં સાપ્તાહિક, પખવાડિક અથવા માસિક ટ્રાન્સફર પ્લાન રચી શકે છે. તેની પાછળનો મુખ્ય આઇડિયા તબક્કાવાર રીતે ઇક્વિટી ફંડમાં રોકાણ કરવાનો છે. તેમાં રૂપી કોસ્ટ એવરેજિંગનો ફાયદો મળે છે જે તમારું વળતર વધારી શકે છે. 3) એસેટ એલોકેશન અથવા બેલેન્સ એડવાન્ટેજ ફંડઃ આ ફંડ્સ ઇક્વિટી, ડેટ જેવી મિક્સ્ડ એસેટમાં રોકાણ કરે છે. તથા કેટલાક કિસ્સામાં ગોલ્ડમાં પણ રોકાણ કરી શકાય છે. ઇક્વિટી બજાર નીચે જાય તો ફંડ પોર્ટફોલિયોમાં ઇક્વિટી હોલ્ડિંગનો જે હિસ્સો હશે તે પણ ઘટશે અને જ્યારે ફંડ મેનેજર તેના પોર્ટફોલિયોને રિબેલેન્સ કરશે ત્યારે તેઓ આંશિક રીતે ડેટથી ઇક્વિટી તરફ જશે, જેથી નીચા ભાવે ઇક્વિટી ઇન્વેસ્ટમેન્ટ ખરીદી શકાશે. બેઝિકલી જોવામાં આવે તો આવા રોકાણોમાં નીચા ભાવે ખરીદો અને ઊંચા ભાવે વેચો એ એક ઓટોમેટિક બિલ્ટ ઇન બાબત છે જે વોલેટાઈલ માર્કેટમાં તમારી તરફેણમાં કામ કરે છે.
સ્વતંત્ર સમાચાર