ગુજરાત / અમદાવાદમાં વેચાઈ રહ્યા છે ક્રીમવાળા બિસ્કિટમાંથી બનાવેલા ભજિયા.

  • 20-Nov-2021 09:03 AM

સોશિયલ મીડિયા પર દરરોજ નવા-નવા ફૂડના પ્રયોગો જોવા મળે છે. ત્યારે ગુજરાતના અમદાવાદમાં વેચાતા ખાસ પ્રકારના ભજિયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે. આ ભજિયા એટલા માટે ખાસ છે કારણકે તે બનાવવામાં ઓરિયો બિસ્કિટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હવે અમદાવાદના ઓરિયો બિસ્કિટમાંથી બનાવવામાં આવતા ખાસ પ્રકારના ભજિયાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

q6


તમે અત્યાર સુધીમાં બટાકા, ડુંગળી, કેળાના ભજિયા તો ખાધા જ હશે પણ શું તમે ક્યારેય ક્રીમવાળા બિસ્કિટમાંથી બનાવવામાં આવેલા ભજિયાનો ટેસ્ટ કર્યો છે? કારણકે સોશિયલ મીડિયા પર અમદાવાદમાં વેચાતા ખાસ પ્રકારના ભજિયાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે કે જે જોતાં જ તમે ચોંકી જશો.
અમદાવાદમાં રોકડિયા ભજિયા નામના એક સ્ટોલ પર ઓરિયો બિસ્કિટમાંથી બનાવવામાં આવેલા ભજિયા વેચાય છે. આ વિડીયોમાં તે સારી રીતે દેખાડાયું છે કે આખરે ઓરિયો બિસ્કિટમાંથી ભજિયા કેવી રીતે બનાવવામાં આવે છે? આ ભજિયાની કિંમત 30 રૂપિયાના 100 ગ્રામ છે. અહીં જુઓ ઓરિયો બિસ્કિટના ભજિયાનો વિડીયો.
હવે સોશિયલ મીડિયા પર આ વિડીયો પર યૂઝર્સની વિવિધ પ્રતિક્રિયા જોવા મળી રહી છે.

સુરતમાં મળતી 'ફેન્ટા ઑમલેટ' સોશિયલ મીડિયા પર થઈ ફેમસ!

q7
સુરત શહેર ખાણીપીણી માટે ખૂબ જ ફેમસ છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો છે કે જેમાં સુરતની ફેન્ટા ઑમલેટ (Fanta omelette) જોવા મળી રહી હતી. સુરતમાં પ્રખ્યાત એવી આ ઑમલેટ (Omelette) કોલ્ડડ્રીંક ફેન્ટાનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. જેની કિંમત રૂપિયા 250 હોવાનું જાણવા મળી રહ્યું છે. સુરતના અડાજણ રોડ પર મળતી ફેન્ટા ઑમલેટ બનાવવા માટે ઈંડાની ગ્રેવીની સાથે-સાથે ફેન્ટા નાખીને તેમાં મસાલો, બટાકાનો માવો અને ગ્રીન ચટણી મિક્સ કરવામાં આવે છે. પછી આ ઑમલેટ પર ચીઝ નાખવામાં આવે છે અને ફેન્ટાની સાથે જ ગ્રાહકને પીરસવામાં આવે છે.

Share This :

Related Articles

Leave a Comment