બોલીવુડ / છૂટાછેડા બાદ કેટલો બદલાયો હૃતિક-સુઝેનનો સંબંધ, 8 વર્ષે પિતા રાકેશ રોશને કર્યો ખુલાસો.

  • 10-Jan-2022 10:16 AM

લગ્નના 13 વર્ષ બાદ જ્યારે બોલીવુડના સ્ટાર હૃતિક રોશન અને સુઝેન ખાને છૂટાછેડા લેતા ફેન્સને જોરદાર ઝટકો લાગ્યો હતો. લોકોને કંઈ ખબર જ ન પડી કે બંને વચ્ચે ખૂબ જ પ્રેમ હતો, બોન્ડિંગ સારૂ હતું અને આખરે તેમના સંબંધમાં તિરાડ કેવી રીતે પડી. જો કે, છૂટ્યા પડ્યા પછી પણ બંને વચ્ચેનું બોન્ડ જરાય બદલાયુ નથી.

બને આજે પણ બાળકો સાથે હેંગઆઉટ કરતા નજરે પડે છે. હૃતિક રોશન અને સુઝેને અલગ પડ્યા પછી પણ પોતાના સંબંધની ગરિમા જાળવી રાખી છે અને ઉદાહરણ પૂરુ પાડ્યુ છે કે છૂટા પડ્યા પછી પણ એક કપલ વચ્ચે સંબંધ કાયમ રહી શકે છે. બંને લોકો મોટાભાગે બાળકો સાથે સમય વિતાવતા નજરે પડી ચૂક્યા છે. બાળકો માટે થઈને તેઓ ફેમિલી હોલિડે પર જાય છે.

હૃતિક સાથે છૂટા થયા પછી સુઝેન ખાન ખૂબ જ આગળ વધી ગઈ છે. એવી ચર્ચા છે કે તે ટીવી એક્ટર અલી ગોનીના ભાઈ અર્સલાનને ડેટ કરી કરી છે. તો હૃતિક રોશન કરિયરની સાથે બાળકોના ઉછેર કરવામાં વ્યસ્ત છે. હૃતિક રોશન અને સુઝેનને રેહાન અને રિદાન નામના બે બાળકો પણ છે. રાકેશ રોશને હવે બંનેના સંબંધને લઈને એક મોટી વાત કરી છે. છૂટાછેડા બાદ બંનેનું જીવન કેટલું બદલાયુ અને શું તેઓ ફરીથી લગ્ન કરશે?

છૂટાછેડા બાદ હૃતિક-સુઝેનનો આવો છે સંબંધ
અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે એક્સક્લૂસિવ વાતચીત કરતી વખતે રાકેશ રોશનને જણાવ્યું કે, કોર્ટમાંથી જ્યારે છૂટાછેડા લીધા અને હૃતિક બહાર આવ્યો તો તેણે સુઝેન માટે કારનો દરવાજો ખોલ્યો હતો. કોઈ તમને આ ચીજવસ્તુઓ ન શીખવી શકે. આ બધુ સંસ્કારમાં હોય છે. હૃતિક મહિલાઓ અને અન્ય લોકોનો ખૂબ આદર કરે છે. જે રીતે તે મારા પગે પડે છે એ જ રીતે તેના બંને દીકરાઓ પણ મારા પગે પડે છે.


એક સારો પિતા છે હૃતિક રોશન
રાકેશ રોશને જણાવ્યું કે, તે એક સારો પિતા છે અને પોતાની નવરાશનો સમય તે બાળકો સાથે વિતાવે છે. બાળકો તેના દોસ્તની જેમ રહે છે. હૃતિક બાળકો સાથે બહાર જવાનું પસંદ કરે છે. તેની રજાઓ બાળકો માટે રિઝર્વ જ હોય છે. તે બાળકોને હંમેશા કંઈક નવું શીખવાડતો હોય છે. બંને બાળકો ગિટાર અને પિયાનો ખૂબ જ સારી રીતે વગાડી શકે છે.

શું ફરીથી લગ્ન કરશે?
જ્યારે રાકેશ રોશનને પૂછવામાં આવ્યું કે હૃતિક રોશનનો ફરીથી લગ્ન કરવાનો કોઈ પ્લાન છે? તો રાકેશ રોશને કહ્યું કે, નસીબમાં જે લખ્યું હશે એ થશે. મારી ઈચ્છીશ કે ન ઈચ્છુ એનાથી કંઈ નહીં થાય. જે થવાનું છે તે થશે અને સારૂ જ થશે. હું માત્ર એટલું જ કહેવા માગુ છું કે, તે જેવો છે એવો જ રહે.

Share This :

Related Articles

Leave a Comment