બોલીવુડ / અભિનેત્રી મિથિલા પાલકરને થયો કોરોના, લખ્યું- બર્થ ડે વીકની શરુઆત કોવિડ પોઝિટિવ સાથે થઈ.

  • 10-Jan-2022 10:19 AM

ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક સેલેબ્સ કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે ‘કારવાં’ અને ‘લિટલ થિંગ્સ’ ફેમ અભિનેત્રી મિથિલા પાલકર પણ કોરોના સંક્રમિત થઈ છે. મિથિલાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ બાબતની જાણકારી આપી છે. તેણે ફેન્સને જણાવ્યું છે કે તેના જન્મદિવસ પહેલા જ તે કોરોની ચપેટમાં આવી ગઈ છે. અત્યારે તે આઈસોલેશનમાં છે અને સ્વસ્થ છે.

મિથિલાએ લખ્યું છે કે, હું કોવિડ પોઝિટિવ બનીને પોતાના બર્થડે વીકની શરુઆત કરી રહી છું. મને કોરોનાના લક્ષણો જણાઈ નથી રહ્યા. અત્યારે મેં પોતાને આઈસોલેટ કરી લીધી છે અને મિત્રો તેમજ પરિવારના લોકો તરફથી વર્ચ્યુઅલી મળી રહેલા પ્રેમ અને અટેન્શનની મજા માણી રહી છું. તમને જણાવી દઉં કે મારો પરિવાર મારાથી દૂર છે, ખાસકરીને મારા દાદા-દાદી. હું સાવધાની વર્તી રહી છું. મેં કામ કરવાની શરુઆત કરી પછી તેમને હું ઘણી ઓછીવાર મળી છું. મને આશા છે કે તેઓ હંમેશા સ્વસ્થ રહે. પાછલા 10 દિવસમાં જે લોકો મને મળ્યા છે તેમને મેં આ જાણકારી આપી દીધી છે. અહીં હું માત્ર એટલુ જ કહેવા માટે આવી છું કે, માસ્ક પહેરી રાખો. સુરક્ષિત રહો.

મિથિલા પાલકર દિવંગત ઈરફાન ખાન અને દુલકર સલમાન સાથે ફિલ્મ કારવાંમાં જોવા મળી હતી. આ સિવાય તે વેબ સીરિઝ લિટલ થિંગ્સને કારણે ઘણી લોકપ્રિય છે. આ વેબ સીરિઝનો અંતિમ ભાગ ગત વર્ષે નેટફ્લિક્સ પર રીલિઝ કરવામાં આવ્યો હતો. આ સિવાય તે ત્રિભંગા અને ચોપસ્ટિક જેવી ફિલ્મોમાં પણ જોવા મળી હતી.
 

mithila sc


ઉલ્લેખનીય છે કે સિંગર વિશાલ દદલાણી, અભિનેત્રી કુબ્રા સૈત, સ્વરા ભાસ્કર, અભિનેત્રી અને સાંસદ મિમિ ચક્રવર્તી, સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ, એકતા કપૂર, દ્રષ્ટિ ધામી, શિલ્પા શિરોડકર, ડેનલાઝ ઈરાની, અર્જુન કપૂર, રિયા કપૂર સહિત અનેક સેલેબેસ્ કોરોના સંક્રમિત થયા હતા. આ તમામ સેલેબ્સ પોતાના ઘરમાં જ ક્વોરન્ટાઈન થયા છે. સેલેબ્સ કોરોના સંક્રમિત થયા પછી સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સને સ્વાસ્થ્યની અપડેટ આપવાની સાથે સાથે માસ્ક પહેરી રાખવાની અને નિયમોનું પાલન કરવાની સલાહ પણ આપતા હોય છે.

Share This :

Related Articles

Leave a Comment