વર્લ્ડ / અમેરિકામાં વાગ્યો વધુ એક ભારતીયનો ડંકો, એલન મસ્કની કંપની ટેસ્લામાં મળી મોટી જવાબદારી.

  • 10-Jan-2022 10:31 AM

ટેક્નોલોજી ક્ષેત્રમાં ભારતીય મૂળના વ્યક્તિઓ સમગ્ર દુનિયા પર રાજ કરી રહ્યા છે, અને ખાસ કરીને ગુગલ અને માઈક્રોસોફ્ટ જેવી મોટી ટેક કંપનીઓમાં કામ કરતાં ભારતીયો દુનિયાને બદલી રહ્યા છે. હાલમાં જ પરાગ અગ્રવાલને ટ્વિટરના સીઈઓ બનાવવામાં આવ્યા હતા, આ ઉપરાંત જગદીપ સિંહને ક્વોન્ટમ સ્પેસના સીઈઓ બનાવવામાં આવ્યા છે, જેઓની ચર્ચા સમગ્ર દુનિયામાં થઈ હતી. અને હવે ભારતના અશોક એલ્લુસ્વામી એલન મસ્કની ઈલેક્ટ્રીક કાર કંપની ટેસ્લાની ઓટોપાઈલટ ટીમના ડિરેક્ટર તરીકે પસંગદી કરવામાં આવી છે. ટેસ્લાના ફાઉન્ડર અને સીઈઓ એલન મસ્કે ટ્વિટર પર જાણકારી આપી હતી કે, કેવી રીતે તેઓએ ભારતના અસોક એલ્લુસ્વામીની ઓટોપાઈયટ ટીમ ડિરેક્ટર તરીકે નિમણૂક કરી હતી.

askok elluswamy.
અશોક એલ્લુસ્વામી ટેસ્લાની ઓટોપાઈલટ ટીમ માટે નિમણૂક કરાયેલ પ્રથમ કર્મચારી પણ છે. 2015માં એલન મસ્ક દ્વારા ટ્વિટર પર આ જગ્યા માટે આવેદન કરવા માટે જણાવ્યું હતું. ટેસ્લા સાથે જોડાતાં પહેલાં અશોક વાબકો વ્હિકલ કંટ્રોલ સિસ્ટમ અને ફોક્સવેગનની ઈલેક્ટ્રોનિક રિસર્ચ લેબમાં પણ કામ કરી ચૂક્યા છે. અશોકે ચેન્નઈની ગુંઈડીની એન્જિનિયરિંગ કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ અને કમ્યુનિકેશનની ડિગ્રી હાંસલ કરી છે અને ત્યારબાદ અમેરિકાની કાર્નેજી મેલન યુનિવર્સિટીમાંથી રોબિટિક્સ સિસ્ટમ ડેવલપમેન્ટમાં માસ્ટર ડિગ્રી મેળવી છે.

હાલમાં જ એલન મસ્કે ટેસ્લા ઓટોપાઈલટ ટીમ અંગે એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી. તે સમયે એલ્લુસ્વામીનું નામ સામે આવતાં ટેસ્લાના બોસ મસ્કે કહ્યું કે, ભારતીય મૂળના અશકો ઓટોપાઈલટ એન્જિનિયરિંગના હેડ હશે. દુનિયાના સૌથી અમીર વ્યક્તિમાંના એક મસ્કે કહ્યું કે, ટેસ્લાની ઓટોપાઈલટ એઆઈ ટીમ ખુબ જ ટેલેન્ટેડ છે. દુનિયાના અમુક સ્માર્ટ લોકોમાંની એક. મસ્કે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે ટેસ્લા ઓટોપાઈલટ ટીમ શરૂ કરી રહી છે અને અશોક સૌપ્રથમ કર્મચારી છે જેને રિક્રૂટ કરવામાં આવ્યો છે. ટેસ્લાને હાર્ડકોર એઆઈ એન્જિનિયર્સની તલાશ હતી, કે જેઓ સમસ્યાઓનો ઉકેલ લાવી શકે છે, કે જે લોકોના જીવનને સીધી રીતે અસર કરે છે.

Share This :

Related Articles

Leave a Comment