વર્લ્ડ / Paytm, Google Payથી અટકી ગયા લોકોના પેમેન્ટ, UPI સર્વર ડાઉન.

  • 10-Jan-2022 10:34 AM

રવિવારે યૂનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)નું સર્વર ડાઉન થવાથી લોકોએ ડિજિટલ પેમેન્ટમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 1 કલાકથી પણ વધુ સમય માટે સર્વર ડાઉન રહેવાને લીધે Google Pay, PhonePay, PayTM, Amazon Pay જેવા ડિજિટલ પેમેન્ટ એપ્સ પર યૂપીઆઇથી લેવડ-દેવડ અટકી ગઇ હતી. UPIને ડેવલેપ કરનારી નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (NPCI)એ જણાવ્યું કે હવે યૂપીઆઇ સર્વિસ શરૂ થઇ ચૂકી છે.

કોરોના મહામારી આવી એ પહેલાથી કેન્દ્ર સરકાર દેશમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન કરી રહી છે. પરંતુ મહામારીને લીધે લોકડાઉન અને એ પછી કોરોના નિયમોને લીધે દેશમાં ડિજિટલ પેમેન્ટનું ચલણ એકદમ જ વધી ગયું છે. હાલમાં કુલ વસતીનો ઘણો મોટો હિસ્સો ડિજિટલ પેમેન્ટ અપનાવી ચૂક્યો છે. એવામાં સિસ્ટમ સ્ટોપ થતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જેન લીધે ઘણા યૂઝર્સ તો ટ્વીટર પર ફરિયાદ કરવા લાગ્યા હતા. તેમણે UPI સર્વર ડાઉન થવા અને લેવડ-દેવડમાં આવી રહેલી સમસ્યાને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ કરી દીધી હતી.

આ દરમિયાન સાંજે 5 વાગ્યા પછી NPCIએ ટ્વીટ કરીને જણાવ્યું કે, ટેકનિકલ ફોલ્ટને લીધે UPI યૂઝર્સને પડેલી અસુવિધા માટે દુખ છે. UPI સર્વિસ હવે કામ કરી રહી છે અને સિસ્ટમ પર નજર રાખવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રમાં મોદી સરકાર ભારતમાં ડિજિટલાઇઝેશનને પ્રોત્સાહન આપવા માટે સતત પ્રયત્નશીલ છે. આ દરમિયાન કોરોના કાળમાં પણ ડિજિટલ પેમેન્ટ સર્વિસને દેશની કુલ વસતીના ઘણા મોટા હિસ્સાએ અપનાવી લીધી છે. આજકાલ પણ માર્કેટમાં જોવા મળે છે કે, મોટાભાગના ગ્રાહકો UPI દ્વારા પેમેન્ટ કરી રહ્યા છે. આ સર્વિસનો એક ફાયદો એ પણ છે કે ખિસ્સામાં રોકડ રાખવાની જરુર પડતી નથી. રિટેલ શોપથી માંડીને પાનના ગલ્લા કે મોટો શોપિંગ મોલથી માંડીને પેટ્રોલ પંપ અહીં સુધી ચાની કિટલીઓ પર પણ ડિજિટલ પેમેન્ટ થવા લાગ્યા છે.

Share This :

Related Articles

Leave a Comment