વર્લ્ડ / Stocks in News: આ બે કારણોથી RILનો શેર રૂ. 3400 થશે, ટેક મહિન્દ્રા પણ વધશે.

  • 10-Jan-2022 10:35 AM

દેશની અગ્રણી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ માટે વિદેશી બ્રોકરેજ જેફરીઝે બાય રેટિંગ આપીને રૂ. 3400નો ટાર્ગેટ આપ્યો છે. અન્ય એક વિદેશી બ્રોકરેજ ક્રેડિટ સુઇસે એવન્યુ સુપરમાર્ટ્સ (ડીમાર્ટ) માટે અંડરપરફોર્મ રેટિંગ આપીને રૂ. 3600નો ટાર્ગેટ આપ્યો છે.

આ ઉપરાંત મોર્ગન સ્ટેન્લીએ ટેક મહિન્દ્રા માટે ઓવરવેઈટ કોલ જાળવ્યો છે અને રૂ. 2100નો ટાર્ગેટ ભાવ આપ્યો છે.

જેફરીઝે જણાવ્યું છે કે 2021માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરે નિફ્ટી 50ની તુલનામાં પાંચ ટકા સુધી અંડર પરફોર્મન્સ કર્યું હતું. તેઓ માને છે કે હવે કંપનીના પ્રદર્શનમાં રિવર્સલ આવશે. રિલાયન્સનો શેર બે કારણોથી વધવાનો છે. પહેલું કારણ છે રિટેલ બિઝનેસ અને બીજું છે રિલાયન્સ જિયો.

રિલાયન્સ માટે રિટેલ અને જિયો ગ્રોથને આગળ વધારશે. તેણે રિલાયન્સ રિટેલના સ્ટોર વધવાના કારણે 36 ટકા EBITDA ચક્રવૃદ્ધિ દર (CAGR)ની આગાહી કરી છે.
બીજી તરફ તેણે જણાવ્યું કે નાણાકીય વર્ષ 2022-24માં જિયો તેના ટેરિફ વધારાના કારણે EBITDAમાં 21 ટકાના સીએજીઆર દરે વૃદ્ધિ કરશે.

ટેક મહિન્દ્રા અંગે મોર્ગન સ્ટેન્લી માને છે કે આગામી 60 દિવસમાં આ શેર ઇન્ડેક્સ મુજબ વધશે. ટેક મહિન્દ્રા અને બીજી કંપનીઓ વચ્ચે રેવન્યુ ગ્રોથની ગેપ સાંકડી થઈ છે અને માર્જિનનું પરફોર્મન્સ સ્થિર છે. આ રીતે આગળ જતા ઇન્ફોસિસ જેવી કંપની અને ટેક મહિન્દ્રા વચ્ચેનો રેવન્યુ ગ્રોથ વધુ પાતળો થશે.

એવેન્યુ સુપરમાર્ટ્સ (ડીમાર્ટ) વિશે ક્રેડિટ સુઇસ જણાવે છે કે મોટા રિટેલ સ્પેસ વિસ્તરણના અનુસંધાને રેવન્યુ ગ્રોથ નબળો હતો. હાઇ સ્પેસ એડિશનના સંદર્ભમાં પણ બે વર્ષના ગાળા માટે રેવન્યુ ગ્રોથ નરમ હતો. જોકે, ખર્ચની બાબતમાં સારી કાર્યક્ષમતાના કારણે EBITDA માર્જિન વિસ્તરણને વેગ મળ્યો હતો.

દરમિયાન જેફરીઝે મિડકેપમાં શેરોની પસંદગી માટે બોટમ અપ વલણ અપનાવવાની ભલામણ કરી છે. તે કહે છે કે દરેક સેક્ટરમાં માર્કેટ લીડર્સના શેર ખરીદવા જોઈએ. તે ક્રોમ્પ્ટન, ડિક્સોન, કજરિયા સિરામિક્સની ભલામણ કરે છે.

દેશના અગ્રણી ઔદ્યોગિક જૂથ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે લંડન પછી અમેરિકામાં એક મહત્ત્વની પ્રોપર્ટી ખરીદી છે. આ વખતે રિલાયન્સે ન્યૂયોર્કની મેન્ડેરિન ઓરેયન્ટલ હોટેલનો સોદો કર્યો છે.

રિલાયન્સ જૂથે શનિવારે મોડી રાતે જણાવ્યું કે તેણે તેની પૂર્ણ માલિકીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ હોલ્ડિંગ્સ મારફત મેન્ડેરિન ઓરિયેન્ટલ હોટેલમાં 73.37 ટકા હિસ્સો ખરીદ્યો છે જેના માટે 9.815 કરોડ ડોલર ચુકવવામાં આવશે. આ ઉપરાંત તે આ ડીલ માટે 11.5 કરોડ ડોલરનું દેવું કરશે જેથી સમગ્ર સોદો 27 કરોડ ડોલરમાં થશે.

Share This :

Related Articles

Leave a Comment