વર્લ્ડ / સાયપ્રસમાં મળ્યો કોરોના વાયરસનો નવો વેરિયન્ટ 'ડેલ્ટાક્રોન': રિપોર્ટ

  • 10-Jan-2022 11:19 AM

ભારત સહિત દુનિયાભરમાં હાલ કોરોના વાયરસની ત્રીજી લહેરે ફફટાડ ફેલાવ્યો છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોને લોકોમાં ચિંતા વધારી છે. તો બીજી બાજુ કોરોનાના નવા વેરિયન્ટ સામે આવવાનો સિલસિલો ચાલુ છે. અગાઉ ફ્રાન્સમાં આઈએચયુ વેરિયન્ટ, ઈઝરાયેલમાં ફ્લોરોના વેરિયન્ટ બાદ હવે કોરોનાનો વધુ એક વેરિયન્ટ સામે આવ્યો છે. સાયપ્રસમાં ઓમિક્રોન અને ડેલ્ટા વેરિયન્ટનું મિશ્ર સ્વરૂપ 'ડેલ્ટાક્રોન' વેરિયન્ટ સામે આવ્યો હોવાનું રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે. આ નવા વેરિયન્ટનું જીનેટિક બેકગ્રાઉન્ડ ડેલ્ટા વેરિયન્ટ જેવું છે અને ઓમિક્રોનમાંથી 10 મ્યૂટેશન તેણે હાંસલ કર્યાં છે.

સાયપ્રસમાં ડેલ્ટાક્રોન વેરિયન્ટથી 25 વ્યક્તિઓ સંક્રમિત થઈ ચૂક્યા છે. સાયબર મેલના રિપોર્ટ અનુસાર યુનિવર્સટી ઓફ સાયપ્રસના બાયોટેક્નોલોજી અને મોલિક્યુલર વાયરોલોજી લેબોરેટરીના હેડ ડો. લિયોનડિયોસ કોસ્ટ્રિકિસના જણાવ્યા અનુસાર, સાયપ્રસમાંથી 25 સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 11 લોકો વાયરસને કારણે હોસ્પિટલમાં દાખલ હતા, જ્યારે 14 સેમ્પલ સામાન્ય જનતામાંથી લેવામાં આવ્યા હતા.

આ ઉપરાંત ડો. કોસ્ટ્રિકિસે જણાવ્યું હતું, હોસ્પિટલમાં દાખલ દર્દીઓમાં મ્યૂટેશનની ફ્રિકવન્શી વધારે જોવા મળી હતી, જે નવા વેરિયન્ટ અને હોસ્પિટલાઈઝ વચ્ચેનો સંબંધ દર્શાવે છે. તો બીજી બાજુ સાયપ્રસના હેલ્થ મિનિસ્ટર મિકેલિસ હેડજીપેન્ડેલ્સના જણાવ્યા અનુસાર હાલની સ્થિતિમાં નવા વેરિયન્ટ અંગે ચિંતા કરવાની જરૂર નથી. સાયપ્રસ મેલના રિપોર્ટ અનુસાર સ્વાસ્થ્ય મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, અન્ય જગ્યાએ કોરોનાના નવા સ્ટ્રેનની શોધ હજુ સુધી થઈ શકી નથી તેવી પણ સંભાવના છે. અને કોરોના વાયરસના વિકાસn@ ને ટ્રેક કરતા ડેટાબેઝ GISAIDમાં સિક્વન્સના કેસો મોકલી દેવામાં આવ્યા છે.


જો કે, હાલના અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે ડેલ્ટા અને ઓમિક્રોન વેરિયન્ટની ઉપસ્થિતિને કારણે તેઓ એકબીજામાં જીનની આપ-લે કરી શકે છે અને આ કારણે નવા વેરિયન્ટનો ઉદભવ થઈ શકે છે. આ જ કડીમાં હાલમાં ફ્રાન્સમાં આઈએચયુ નામનો નવો વેરિયન્ટ મળી આવ્યો હતો, જેમાં 46 મ્યૂટેશન હતા.

ફ્રેન્ચ સરકાર દ્વારા સમર્થિત એક સ્ટડી અનુસાર નવા વેરિયન્ટને B.1.640.2 નામ અપાયું છે, અને તેને કારણે દેશમાં 12 લોકો સંક્રમિત બન્યા છે. રિસર્ચરોનું માનવું છે કે, આ વેરિયન્ટ ઓમિક્રોનથી પણ વધારે ઝડપથી ફેલાઈ શકે છે, પણ ડેલ્ટા વેરિન્યટ કરતાં તે ઓછો ઘાતક છે. તો બીજી બાજુ અમેરિકામાં બે બાળકોમાં ફ્લોરોનાના કેસ જોવા મળ્યા છે, જ્યારે ઈઝરાયેલમાં એક ગર્ભવતી મહિલામાં દુનિયાનો સૌ પ્રથમ ફ્લોરોના વેરિયન્ટ જોવા મળ્યો હતો.

Share This :

Related Articles

Leave a Comment