વર્લ્ડ / દેશમાં જોખમી સ્તરે વકર્યું છે સંક્રમણ, અજાણતામાં પણ આ ભૂલો ના કરતાંઃ ડો. ગુલેરિયા

  • 11-Jan-2022 09:08 AM

 દેશ એકવાર ફરી કોરોના મહામારીની ઝપેટમાં આવી ચૂક્યો છે અને નિષ્ણાંતો આ સ્થિતિને મહામારીની ત્રીજી લહેરની શરૂઆત કહી રહ્યા છે. એવામાં દિલ્હી એમ્સના ચીફ ડોક્ટર રણદીપ ગુલેરિયાનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે.

દેશમાં વકરી રહેલા કોરોના સંક્રમણને લઇને ડો. ગુલેરિયાનું કહેવુ છે કે, સ્થિતિથી ડરવાની જરુર નથી. કોરોનાના નવા વેરિયન્ટની ગંભીર અસર નથી, એ હળવી બીમારી છે. જોકે તેમણે એમ પણ કહ્યું કે, આ સમયમાં કોરોના નિયમોનું પાલન કરવું ખૂબ જ જરુરી છે. તેમણે રસીકરણ પર વધારે જોર આપતાં કહ્યું કે માસ્ક ફરજિયાત પહેરવુ અને ભીડમાં સામેલ થવાથી બચવુ જોઇએ. હલકી બીમારી છે પરંતુ સાવધાની એટલી જ જરુરી છે.

આ પહેલા AIIMS ચીફ ડો. ગુલેરિયાએ કહ્યું હતું- આ વર્ષે આપણામાં પ્રાકૃતિક ઈમ્યુનિટી અથવા રસીને લીધે ઈમ્યુનિટીનું પ્રમાણ વધારે છે. મોટા પ્રમાણમાં લોકોએ રસી લીધી છે, જેથી રોગપ્રતિકારક શક્તિ પણ વધારે લોકોમાં જોવા મળી રહી છે.

તેમના મત મુજબ કોરોના મહામારી સામે લડવા માટે આપણી પાસે બે જ હથિયાર છે. એક તો કોરોના પ્રોટોકોલ્સનું ચુસ્ત પણે પાલન કરી સંક્રમણથી બચીએ અને બીજુ હથિયાર છે કોરોના રસી. આ બંને હથિયારથી સંક્રમણ ચેઇન તોડી શકાય અને બીમારીની ગંભીરતાને ઓછી કરી શકાય છે.

નવા ઓમિક્રોન વેરિયન્ટને લઇને ખાસ માહિતી આપતાં AIIMS ચીફ ડો. ગુલેરિયાએ કહ્યું- નવા વેરિયન્ટથી સામાન્ય બીમારીના લક્ષણો જોવા મળ્યા છે. આ વાયરસથી સંક્રમણ ફેફસા સુધી નથી પહોંચતુ અને લક્ષણોમાં તાવ, ખાંસી, શરદી, શરીરમાં દુખાવો રહે છે. આથી ડરવાની જરુર નથી. તેમણે લોકોને અપીલ કરી હતી કે બીજી લહેરની જેમ દવા કે ઓક્સિજનનો સંગ્રહ ના કરશો. એની કોઇ જરુર નથી.

Share This :

Related Articles

Leave a Comment