વર્લ્ડ / મોંઘી થશે ઇલેક્ટ્રોનિક આઇટમ્સ, ગ્રાહકોએ ચૂકવવી પડશે વધારે કિંમત.

  • 11-Jan-2022 10:05 AM

વૈશ્વિક કોરોના મહામારીથી પ્રભાવિત દેશના સામાન્ય નાગરિક પર હવે મોંઘવારી બેવડો માર મારી રહી છે. પેટ્રોલ અને ડીઝલના વધેલા ભાવને લીધે મોંઘવારી દરમાં વધારો થયો છે અને હવે ઈલેક્ટ્રોનિક આઇટમ્સ પણ મોંઘી થશે એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. નવા વર્ષમાં ઘર માટે ફ્રિજ, એસી કે વોશિંગ મશીન ખરીદવા માંગતા સામાન્ય નાગિરિકો માટે આ મોટા ઝટકા સમાન બની રહેશે. જોકે ઇલેક્ટ્રોનિક આઇટમ્સમાંથી કેટલાકના ભાવ પહેલેથી જ વધી ગયા છે અને કેટલાકમાં ભાવ વધારો આવી રહ્યો છે.

વધી રહેલી મોંઘવારી માટે બીજુ કંઇ નહીં, પરંતુ વૈશ્વિક કોરોના મહામારીને કારણભૂત માનવામાં આવે છે. લાંબા સમય સુધી લોકડાઉન રહ્યા બાદ ખુલેલુ ભારત એકવાર ફરી કોરોના મહામારીની ઝપેટમાં આવી ગયું છે. જેના લીધે રોજગાર પ્રભાવિત થઇ રહ્યો છે અને કાચા માલની અછત પડવા લાગી છે. આ કારણે કાચા માલની કિંમતમાં ભારે વધારો થયો છે. એકવાર કાચા માલની કિંમતમાં વધારો થયા પછી એમાંથી તૈયાર થતા માલની કિંમતમાં વધારો આવી જાય છે. હોમ એપ્લાયન્સની કિંમતમાં વધારો થવા પાછળનું સૌથી મોટુ કારણ કાચા માલની વધતી કિંમત જ છે.

નોંધનીય છે કે, નવા વર્ષમાં કેટલીક કંપનીઓએ એના એર કન્ડીશનર અને રેફ્રિજરેટરના ભાવ વધાર્યા કર્યા છે. જોકે હલચલ માર્કેટમાં પહેલીવાર જોવા મળી છે કે, નવા વર્ષની શરૂઆતમાં જ ભાવ વધારા કરવામાં આવે, પરંતુ કાચા માલની વધેલી કિંમતને લીધે કંપનીઓ પણ ભાવ વધારા કરી રહી છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, કોરોના મહામારીની સ્થિતિ આવી જ રહી તો આગળના સમયમાં હોમ એપ્લાયન્સની કિંમતમાં વધારો જોવા મળશે જ. જોકે આ પરિસ્થિતિની સીધી અસર દેશના સામાન્ય નાગરિકો પર સીધી જ જોવા મળશે.

રિપોર્ટ મુજબ હોમ એપ્લાયન્સની કિંમતમાં 5 થી 10 ટકાનો વધારો થશે. સામાન્ય રીતે આટલો વધારો મામૂલી લાગે છે પરંતુ ગ્રાહકો માટે આ રકમ નાની નથી હોય.

Share This :

Related Articles

Leave a Comment