ગુજરાત / રાજ્યમાં ટૂંક સમયમાં 3,300 વિદ્યાસહાયકોની ભરતી થશે, શિક્ષણમંત્રી વાઘાણીની જાહેરાત.

  • 12-Jan-2022 09:12 AM

રાજ્યના શિક્ષણ વિભાગે આઠ સરકારી પોલિટેક્નિક ખાતે ડિપ્લોમા ઈન ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો નવો અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સરકારી નોકરીમાં દિવ્યાંગતાની ટકાવારી 3 ટકાથી વધારીને 4 ટકા કરી છે.

ડિપ્લોમા ઈન ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેક્નોલોજીનો નવો અભ્યાસક્રમ જે આઠ સરકારી પોલિટેક્નિક છે તેમના નામ નીચે પ્રમાણે છે:
- વ઼઼ડનગરમાં આવેલી સરકારી પોલિટેક્નિક
- અમરેલીમાં આવેલી ડૉ. જે.એન. મહેતા પોલિટેક્નિક
- મોરબીમાં આવેલી એલ.ઈ. કોલેજ (ડિપ્લોમા)
- રાજકોટ સ્થિત એ.વી.પી.ટી. આઈ.
- પાલનપુરમાં આવેલી સરકારી પોલિટેક્નિક.
- કન્યાઓ માટેની સુરત સ્થિત સરકારી પોલિટેક્નિક.
- અમદાવાદમાં આવેલી કન્યાઓ માટેની સરકારી પોલિટેક્નિક.
- ગાંધીનગર સ્થિત સરકારી પોલિટેક્નિક.

રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, સરકારી નોકરીમાં ભરતી માટેની દિવ્યાંગતાની ટકાવારી 3 ટકાથી વધારીને 4 કરવામાં આવી છે. વિદ્યાસહાયક, પ્રાથમિક શિક્ષકની જગ્યાઓની ભરતી માટે તેને સંલગ્ન જરૂરી વહીવટી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. હવે ધોરણ 1થી5માં 1300 વિદ્યાસહાયકો અને ધોરણ 6થી8માં 2,000 વિદ્યાસહાયકો થઈને કુલ 3,300 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભરતી પ્રક્રિયા ટૂંક સમયમાં પૂરી કરવામાં આવશે. લાંબા સમયથી રાજ્યના શિક્ષિત ઉમેદવારો આ ભરતી પ્રક્રિયાની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે જીતુભાઈ વાઘાણીના કહેવા અનુસાર, વહીવટી પ્રક્રિયામાં વિલંબ થવાને કારણે ભરતી અટવાઈ હતી. ભરતી પ્રક્રિયા ઝડપથી પૂર્ણ કરવાનો વાયદો શિક્ષણમંત્રીએ આપ્યો છે પરંતુ ક્યાં સુધીમાં થશે તેની ચોક્કસ માહિતી આપી નથી.

કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ અપાશે

શિક્ષણમંત્રી જીતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે, કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને 20 હજારની કિંમતના ટેબલેટ માત્ર એક હજાર રૂપિયાના દરે રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી રહ્યા છે. જેના વિતરણમાં વિલંબ થયો છે. જોકે, ઈ.ક્યુ.ડી.સી. દ્વારા ટેબલેટની ગુણવત્તા અંગે જરૂરી ચકાસણી કરવામાં આવે છે. જેમાં ટેબલેટમાં ટેક્નિકલ ખામી જણાતાં કંપનીમાં પાછા મોકલવામાં આવ્યા હતા. હવે ગુણવત્તાયુક્ત ટેબલેટનો જથ્થો ટૂંક સમયમાં મળશે. જેનું સત્વરે વિદ્યાર્થીઓને વિતરણ કરાશે.

Share This :

Related Articles

Leave a Comment