વર્લ્ડ / સાવધાન: પગમાં અતિશય દુ:ખાવો, ગળામાં ખંજવાળ છે કોરોનાના નવા લક્ષણો.

  • 12-Jan-2022 09:22 AM

 કોરોના સંક્રમિત લોકોમાં હવે એવા લક્ષણો સામે આવી રહ્યા છે આ પહેલા ભાગ્યે જ કોઈ કોવિડ 19ના દર્દીમાં જોવા મળ્યા હોય. ઉદાહરણ તરીકે, અમુક દર્દીઓમાં સંક્રમણના બે દિવસ પછી પગમાં તીવ્ર દુ:ખાવો થવો તેમજ ગળામાં ખંજવાળ આવવી વગેરે લક્ષણો જણાઈ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ભારતના રાજ્ય કર્ણાટકના બેંગ્લોર શહેરમાં પાછલા 24 કલાકમાં 9020 કોરોનાના કેસ નોંધાયા છે. આમાંથી 85 ટકાથી વધારે દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. આ દર્દીઓ દ્વારા બીબીએમપીના હોમ આઈસોલેશન સ્ક્વોડને ફરિયાદ કરવામાં આવી રહી છે કે તેમને પગમાં સખત દુખાવો થઈ રહ્યો છે.

BBMPના ડેટા અનુસાર, નવમી જાન્યુઆરીના રોજ 58 દર્દીઓને સરકારી મેડિકલ કોલેજોમાં તેમજ 101 દર્દીઓને સરકારી હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા હતા. તબીબો પણ હજી ચોક્કસપણે કહી નથી શક્યા કે આખરે આ દુખાવા પાછળનું કારણ શું છે. દર્દીઓને ઢીંચણથી લઈને અંગૂઢા સુધી દુખાવો થાય છે. સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ સૌથી વધારે આની ફરિયાદ કરે છે. માઈક્રોબાયોલોજીના પ્રોફેસર તેમજ વાણી વિલાસ હોસ્પિટલના ઈન્ફેક્શન કંટ્રોલ વિભાગના ઈન-ચાર્જ ડોક્ટર અસિમા બાનુ જણાવે છે કે, પાછલા થોડા દિવસથી જે દર્દીઓ હોમ આઈસોલેશનમાં છે અને જે દર્દીઓની સારવાર વિક્ટોરિયા હોસ્પિટલમાં ચાલી રહી છે, તેઓ પગમાં અતિશય દુ:ખાવાની ફરિયાદ કરે છે. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાના એક-બે દિવસ પછી આ ફરિયાદ થાય છે. ત્રીજા દિવસે પીડા ઓછી થઈ જાય છે.


બેંગ્લોરની મેડિકલ કોલેજના અન્ય એક તબીબે પણ લક્ષણોમાં થયેલા આ બદલાવની પૃષ્ટિ કરી છે. ડોક્ટર અસિમા બાનુ જણાવે છે કે, દર્દી જ્યારે કોરોના સંક્રમિત થાય છે ત્યારે તાવ, શરદી, ગળામાં ખારાશ જેવા લક્ષણો દેખાઈ શકે છે. થાક લાગવો પણ એક લક્ષણ છે. પ્રોસ્ટ-ગ્રેજ્યુએશન મેડિકલ સ્ટુડન્ટ ભૂમિકા પવાર પાંચમી જાન્યુઆરીના રોજ કોરોના સંક્રમિત થયા હતા, અને છઠ્ઠી જાન્યુઆરીના રોજ તેમને પગમાં દુખાવો શર થયો હતો.

ભૂમિકા જણાવે છે કે, જાંઘથી લઈને પગના અંગૂઠા સુધી દુખાવો થતો હતો. શરુઆતમાં માત્ર ડાબા પગમાં દુખાવો થતો હતો, પછીથી બન્ને પગમાં દુખાવો થવા લાગ્યો. બેંગ્લોરના અન્ય એક નિવાસી ચંદ્રકાંત ગૌડા 3 જાન્યુઆરીના રોજ કોરોના સંક્રમિત થયા હતા. તેઓ જણાવે છે કે, મને ગળામાં એટલી ખંજવાળ આવતી હતી કે માંડ કંઈ ખાઈ-પી શકતો હતો. મને તાવ કે શરદી નહોતા. ત્રીજા દિવસે પગમાં દુખાવો શરુ થયો. આ પહેલા મને કોઈ દિવસ આવો દુખાવો નહોતો થયો. પરંતુ એક દિવસમાં દુખાવો ઘટી ગયો.

જે લોકોને ગળામાં ખંજવાળની સમસ્યા છે તેમને કોગળા કરવાની સલાહ આપવામાં આવે છે. આ સિવાય પગમાં દુખાવા માટે પેરાસિટામોલ(ડોલો 650) લઈ શકાય છે. જો સ્થિતિ વધારે ગંભીર જણાય તો ડોક્ટરની મુલાકાત લેવી જોઈએ.

Share This :

Related Articles

Leave a Comment