બોલીવુડ / જ્હાન્વી કપૂર પણ બની કોરોના વાયરસનો શિકાર, બહેન ખુશીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો.

  • 12-Jan-2022 09:58 AM

છેલ્લા 14-15 દિવસથી બોની અને અનિલ કપૂરના ઘરે કોલાહલ હતો અને હાલમાં જ સ્થિતિ સુધરી હતી. સોમવારે સાંજે અમારા સહયોગી ઈટાઈમ્સે આપને માહિતી આપી હતી કે, અંશુલા, અર્જુન, રિયા અને તેના પતિ કરણ બૂલાનીનો બે અઠવાડિયા બાદ કોવિડ-19 રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. ગત રાતે તેવી ખબર મળી હતી કે, હવે ખુશી કપૂર પણ પોઝિટિવ આવી છે.

ઈટાઈમ્સ સાચી માહિતી લઈને આવ્યું છે અને તે મુજબ ખુશી કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે પરંતુ આ 8થી 10 દિવસ પહેલાની વાત છે તેમજ આ વિશે કોઈને જાણ કરવામાં આવી નહોતી. હવે તેની તબિયત સારી છે અને નેગેટિવ ટેસ્ટ આવ્યો છે. વીકનેસ હોવાથી હાલ તે આરામ કરી રહી છે.
 

jhanvi kapoor


ઈટાઈમ્સ એક્ઝક્લુઝિવ માહિતી લઈને આવ્યું છે કે, બોની કપૂર અને શ્રીદેવીની મોટી દીકરી જ્હાન્વી કપૂરનો કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, જ્હાન્વીમાં થોડા લક્ષણો છે પરંતુ તે ઝડપથી રિકવર થઈ જશે. બીજી તરફ બોની કપૂરનો ટેસ્ટ નેગેટિવ આવ્યો છે. ફિલ્મમેકર ચેન્નઈમાં હતા અને સાવચેતીના ભાગરૂપે જ્હાન્વીથી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે તેઓ ચૈન્નઈમાં જ રહેશે.


આજે સવારે જ લતા મંગેશકરનો પણ કોવિડ-19 રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘણા વર્ષોથી લતા મંગેશકરની સંભાળ રાખનારા હોસ્પિટલના ડોક્ટર પ્રતીક સંબધાનીએ ઈટાઈમ્સ સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે 'લતા મંગેશકરને શનિવારે રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને હા તેમને ન્યૂમોનિયા પણ છે'. તો તેમના ભત્રીજી રચનાએ કહ્યું હતું કે 'તેમનામાં હળવા લક્ષણો છે અને ઉંમરને ધ્યાનમાં રાખી સાવચેતીના ભાગરૂપે તેમને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. તેમને પ્રાઈવસી જાળવવાની સૌને વિનંતી કરું છું'.

હ્રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાને પણ તેનો ઓમિક્રોન ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું જણાવ્યું છે. સોમવારે રાતે તેને રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેણે ફેન્સને સુરક્ષિત રહેવાની અને પોતાનું ધ્યાન રાખવાની પણ સલાહ આપી છે.

Share This :

Related Articles

Leave a Comment