ધર્મ દર્શન / કેવો રહેશે તમારો આજનો દિવસ,તારીખ 13 જાન્યુઆરી 2022નું રાશિફળ.

  • 13-Jan-2022 08:46 AM

તારાઓની સ્થિતિ અને પંચાગની ગણતરીથી જણાય છે કે આજે ચંદ્રમા પોતાની ઉચ્ચ રાશિ વૃષભમાં રહેશે. જેથી સારી વાત એ છે કે ગુરુ અને ચંદ્રમા બંને એકબીજાના કેન્દ્રમાં હશે. તારાઓની સ્થિતિ એ વાતનો સંકેત છે કે આજનો દિવસ કેટલીય રાશિઓ માટે ખૂબ જ શુભ રહેવાનો છે. આ સ્થિતિમાં તમારો દિવસ કેવો રહેશે, આવો જોઈએ.

મેષ

દિવસની શરૂઆત સારી રહેશે અને ઉર્જાથી ભરપૂર હશે. સમાજિક સ્તરે વાણીનો પ્રભાવ વધશે, કોઈ અજાણી વ્યક્તિ સાથે દોસ્તી પણ થઈ શકે છે. આધ્યાત્મિક કાર્યોમાં મન ચોંટશે, આનાથી તમને લાભ પણ મળશે. પરિવારમાં તાલમેલ રહેશે, ઘરના લોકો પાસેથી જરૂરીયાત મુજબનો સહયોગ પણ મેળવી શકશો. તમારા સ્વાસ્થ્યમાં આજે સારો એવો સુધારો જોવા મળી શકે છે. આજે તમારૂ નસીબ તમને 87 ટકા સાથ આપી રહ્યું છે. ગાયને લીલો ચારો ખવડાવજો.

વૃષભ

તમારા વ્યક્તિત્વમાં આકર્ષણ દેખાશે. દિલની કોઈ ઈચ્છા આજે પૂરી થઈ શકે છે. સાંજનો સમય તમારા માટે શાંતિ આપનારો રહેશે. તો મોટી ચિંતાઓ હશે તે દૂર થશે. જો તમારા પિતા બીમાર છે તો તેમની તબિયતમાં સુધારો જણાશે. જો કે, આ રાશિના કેટલાંક જાતકોને આર્થિક સમસ્યાઓનો સામનો આજના દિવસે કરવો પડી શકે છે. વિદેશી વેપારથી પણ લાભ મળવાના સંકેત છે. આજે તમારૂ નસીબ તમને 82 ટકા સાથ આપી રહ્યું છે. શિવજીની પૂજા કરજો.

મિથુન

આજે સાંજના સમયે અચાનક ખર્ચામાં વધારો થઈ શકે છે. વિદેશોથી લાભ મળવાની સંભાવના છે. લેણદેણમાં સાવધાની રાખજો. આંખોમાં ખંજવાળ કે બળતરા અનુભવી શકો છો. એટલા માટે ધૂળથી દૂર રહેજો. કારોબાર કરનારાઓને આજે કામ સંબંધિત કોઈ મુસાફરી કરવી પડી શકે છે. આધ્યાત્મિક વિષયોમાં રસ વધશે. આજે તમારૂ નસીબ તમને 65 ટકા સાથ આપી રહ્યું છે. ગાયને ચારો ખવડાવજો.

કર્ક

સામાજિક માન પ્રતિષ્ઠા વધી શકે છે. ભાઈ-બહેનોની મદદથી કાર્ય ક્ષેત્રમાં સુખદ પરિણામ મેળવી શકશો. ઉતાવળમાં આવીને કોઈ પણ નિર્ણય લેતા પહેલા સો વાર વિચાર કરજો. ચંદ્ર આજે તમારા લાભ ભાવમાં હશે, એટલે કર્ક રાશિના અનેક જાતકોને ધન લાભ થવાની સંભાવના છે. ક્યાંક રોકાણ કર્યુ હતુ તો આજે તેનાથી લાભ થઈ શકે છે. આજે તમારૂ નસીબ તમને 90 ટકા સાથ આપી રહ્યું છે. પ્રાણાયામનો અભ્યાસ કરજો.

સિંહ

કાર્ય ક્ષેત્રમાં સહયોગપૂર્ણ વાતાવરણ બનાવીને રાખશો. ઓફિસમાં કોઈ કામ પેન્ડિંગ હતું તો આજના દિવસે તે પૂરુ થઈ શકે છે. પૈતૃક કારોબારમાં પ્રગતિનો દિવસ આજે રહેશે. લવ લાઈફમાં રોમાન્સ જોવા મળી શકશે. બેરોજગાર લોકોને આજના દિવસે રોજગારી મળવાની સંભાવના છે. આ રાશિના જાતકો પોતાના પિતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. આજે તમારૂ નસીબ તમને 78 ટકા સાથ આપી રહ્યું છે. સૂર્ય દેવની ઉપાસના કરજો.

કન્યા

આજે તમે ભાવાત્મક જોવા મળી શકો છો અને લોકોની મદદ કરવા માટે તત્પર રહેશો. પિતા અને પિતા તુલ્ય લોકો પાસેથી લાભ મળી શકે છે. નસીબ સાથ આપશે, જેનાથી બગડેલા કામ પણ બની જશે. મોટા વડીલોની સલાહથી કામ બની શકે છે. રાત્રિના સમયે તમારા જીવનસાથી સાથે મળીને ભવિષ્યની યોજનાઓ બનાવતા નજરે પડી શકો છો. આજે તમારૂ નસીબ તમને 82 ટકા સાથ આપી રહ્યું છે. કિન્નરોનો આશીર્વાદ લેજો.

તુલા

સ્વાસ્થ્ય થોડુ નરમ રહેશે, બિનજરૂરી વિચારોના કારણે માનસિક મૂંઝવણ રહી શકે છે. આ રાશિના કેટલાંક જાતકોને અજાણી વ્યક્તિ પાસેથી ધન લાભ થઈ શકે છે. આ રાશિના કેટલાંક લોકો પોતાના દિલની વાત માતા-બહેનોની સાથે શેર કરી શકે છે. પોતાના સ્વાસ્થ્યની સાથો સાથ આજે તમારે તમારી માતાના સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું પડશે. આજે તમારૂ નસીબ તમને 76 ટકા સુધી સાથ આપી રહ્યું છે. વિષ્ણુ ભગવાનને ચંદન લગાવીને તિલક લગાવજો.

વૃશ્ચિક

દિવસની શરૂઆત થોડી સુસ્ત રહી શકે છે. બપોર બાદ ઉર્જાનો સંચાર તમારામાં જોવા મળી શકે છે. કરિયર મામલે ઉત્સાહવર્ધક દિવસ રહેશે. જો તમે ભાગીદારીમાં બિઝનેસ કરતા હોવ તો લાભ મળી શકે છે. જીવનસાથી તરફથી આજે તમને કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ પણ મળી શકે છે. કારોબોર કરનારાઓને પોતાના કોઈ સંબંધીની મદદથી કારોબારમાં ફાયદો મળી શકે છે. આજે તમારૂ નસીબ તમને 84 ટકા સુધી સાથ આપી રહ્યું છે. મંગળના બીજ મંત્રનો જાપ કરજો.

ધન

ખોટી પ્રશંસા કરનારા લોકોથી દૂર રહેજો અને પોતાની વાસ્તવિકતાને ઓળખજો. સામાજિક સ્તર પર પોતાની વાતો કહેવાના બદલે સાંભળશો તો ફાયદાકારક રહેશે. બિનજરૂરી ચિંતાઓ સાંજના સમયે તમને ઘેરી શકે છે. યોગ ધ્યાનથી તમને લાભ થશે. આજના દિવસે તમારા વિરોધીઓ પણ સક્રિય રહી શકે છે અને તમારી વિરૂદ્ધ ષડયંત્ર રચી શકે છે. એટલા માટે સાચવીને રહેજો. આજે તમારૂ નસીબ તમને 75 ટકા સાથ આપી રહ્યું છે. પીળા રંગના ખાવાના પદાર્થોનું દાન કરજો.

મકર

લવ લાઈફમાં સહયોગ અને પ્રેમ વધશે. સંતાન પક્ષ તરફથી આજે તમને સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં સુધારો થશે. તમારૂ નસીબ સાથ આપી રહ્યું છે એટલે સાહસ અને લગનથી કરવામાં આવેલું કામ પણ પાર પડશે, પરંતુ કરવું પડશે. ભૂતકાળમાં જે અનુભવો થયા એનાથી આજના દિવસે તમને શિખામણ મળશે. વિદ્યાર્થીઓનાં શિક્ષણ જીવનમાં સારા અનુભવો થઈ શકે છે. આજે તમારૂ નસીબ તમને 88 ટકા સાથ આપી રહ્યું છે. શિવ ચાલીસાના પાઠ કરજો.

કુંભ

આ રાશિના કેટલાંક જાતકો પોતાની માતાને પોતાની દિલની વાત જણાવી શકે છે. પારિવારિક જીવનમાં આ રાશિના જાતકો સારો સમય વિતાવી શકે છે. આ રાશિના જે લોકો લાંબા સમયથી વાહન ખરીદવાનું વિચારી રહ્યા છે, તેઓનું સપનુ આજે પુરુ થઈ શકે છે. કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ આપે એવો આજનો દિવસ રહેશે. સાહસિક કાર્યોમાં તમને રસ પડી શકે છે. આજે તમારૂ નસીબ તમને 86 ટકા સાથ આપી રહ્યું છે. ભગવાન શિવને બીલી પત્ર અર્પણ કરજો.

મીન

સાહસ-પરાક્રમમાં આજના દિવસે વૃદ્ધિ થઈ શકે છે. નીડરતાથી આજે તમે કોઈની પણ આગળ તમારી વાત રજૂ કરી શકો છો. કરિયરમાં તમારી સક્રિયતાથી અપેક્ષિત પરિણામ મેળવી શકો છો. નાની મુસાફરી પણ આજે કરવી પડી શકે છે. માતાની સેવા કરવાથી સુખ મળશે, તેમના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો. સરકારી ક્ષેત્રોમાં કાર્યરત છો તો કોઈ સારા સમાચાર આજે મળી શકે છે.

 

Share This :

Related Articles

Leave a Comment