વર્લ્ડ / ATMમાં જાઓ ત્યારે ત્રણ ભૂલો ક્યારેય ન કરતા, નહીં તો ફસાઈ જશે રૂપિયા.

  • 13-Jan-2022 09:05 AM

 એટીએમમાં તમે બધા કેશ ઉપાડવા તો જતા જ હશો. તમે ઘણા કિસ્સા સાંભળ્યા હશે, જેમાં કેશ ઉપાડતી વખતે કેશ એટીએમમાં જ ફસાઈ જાય છે. તમારી સાથે પણ એવું ન બને તે માટે આજે અમે તમને ભૂલો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી એટીએમમાં કેશ ફસાઈ શકે છે. જોકે, તેવું બધા સાથે નથી થતું, પરંતુ જરૂરતના સમયે જો તમારી સાથે આવું કંઈક થઈ જાય તો તમારે મુશ્કેલીમાં મૂકાવું ન પડે, તે માટે તમારે એ ભૂલો અંગે જાણી લેવું જોઈએ.

પુરું થવા દો ટ્રાન્જેકશન
ક્યારેય પણ ટ્રાન્જેક્શન દરમિયાન કોઈ અન્ય બટન પ્રેસ ન કરો કે પછી ટચ સ્ક્રીન પર એવું કંઈ પણ ન કરો, જેનાથી મશીનને ખોટી કમાન્ડ મળે. કેટલાક લોકો એટીએમને રૂપિયા ઉપાડવાની કમાન્ડ આપ્યા પછી પણ સ્ક્રીન અને બટન પ્રસ કરતા રહે છે, જેના કારણે એટીએમમાં ખોટી કમાન્ડ જવાનું બંધ નથી થતું અને એ કારણે સુરક્ષાને ધ્યાનમાં રાખી એટીએમમાં કેશ ફસાઈ જાય છે. જો તમે પણ આવું કરતા હોવ તો હવે પછી આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો.

કેશ લેવામાં મોડું ન કરો
એક વખત તમે નક્કી કરી લો છો કે કેટલી કેશ નીકાળવાની છે, તે પછી એટીએમ આગળની પ્રક્રિયા પૂરી કરે તે માટે પ્રોસીડ પર ક્લિકક કરવાનું હોય છે. તે પછી એટીએમમાંથી કેશ બહાર આવે છે. જ્યારે કેશ બહાર આવે તો તરત જ તેને મશીનમાંથી બહાર કાઢી લો, જો એવું નહીં કરો તો કેશ ફસાઈ જશે અથવા તો પાછી અંદર જતી રહેશે.


ફરી કાર્ડ એન્ટર ન કરો
જો તમે ટ્રાન્જેક્શન દરમિયાન જ ફરીથી કાર્ડ નાખવાનો પ્રયાસ કરો છો, તો પૂરી શક્યતા છે કે, તમારી કેશ ફસાઈ જાય. એવામાં પ્રયાસ એવો કરો કે એક વખત ટ્રાન્જેક્શન પુરું થઈ જાય, તે પછી બીજી વખત ટ્રાન્જેક્શન શરૂ કરવા માટે કાર્ડ નાખો અને પ્રોસેસને પૂરી કરો. તેનાથી તમે સુરક્ષિત રીતે ટ્રાન્જેક્શનની પ્રક્રિયા પૂરી કરી શકશો.

Share This :

Related Articles

Leave a Comment